Tuesday, 16 April 2019

અમેરીકા-કેલિફોર્નિયાના લોસએન્જલસના હિન્દુ મંદિરોમાં 'રામનવમી' ધામધૂમથી ઉજવાઈ

SHARE
અમેરીકા-કેલિફોર્નિયાના લોસએન્જલસના હિન્દુ મંદિરોમાં 'રામનવમી'  ધામધૂમથી ઉજવાઈ




 લોસએન્જલસ માં આવેલ વિવિધ મંદિરો જેવાકે શ્રી ગાયત્રી મંદિર એનાહેમ,ISSO સ્વામિનરાયન મંદિર આર્ટીશિયા,શ્રી રાધાક્રુષ્ણ મંંદિર,નોર્વોક, તથા શ્રીનાથજી હવેલી,અર્વાઈન ખાતે  રામનવમી ની ઉજવણી ખૂબજ શ્રધ્ધાપૂર્વક કરવામાં આવી... રામનવમી અને રવિવારનો સમન્વય થવાથી  ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો... વિવિધ મંદિરોમાં ભગવાન રામજીના જન્મોત્સવને વધાવવા માટે જુદા જુદા આયોજનો સાથે પારણા (પલના)  દર્શનનો લાભ શ્રધ્ધાળુઓએ માણ્યો હતો.. મંદિરોને વિવિધ ફુલ- રોશની થી સજાવટ કરવામાં આવી હતી...બપોરના સમયે જન્મોત્સવ સાથે પલના દર્શન-આરતી-ભજન-રામધૂનની રમઝટ સાથે ભાવિક ભક્તો રામજન્મોત્સવ માં આનંદ પૂર્વક સહભાગી બન્યા હતા....અમારા પ્રતિનિધી હર્ષદરાય શાહ,ગુણવંતભાઈ પટેલ દ્વારા વિવિધ મંદિરોની મુલાકાત લઈ માહિતી મેળવાઈ હતી...
     અર્વાઈ ખાતે નવી સ્થપાયેલ શ્રીનાથજી હવેલીમાં પણ બપોરના રામજન્મ મહોત્સવ અનેરી રીતે ઉજવાયો હતો. જત આ હવેલીના સ્થાપક શ્રીમતિ હંસાબેન પટેલની ઉપસ્થિતિમાં મુખ્યાજી પ.ભ.શ્રી પંકજભાઈ એ રામભગવાન વિશે પ્રેરક પ્રવચન આપીને પુષ્ટી સંપ્રદાયમાં તેમનું અદકેરૂ સ્મરણનું મહત્વ સમજાવેલું...રામાયણના વિવિધ પ્રસંગો જેમકે શિલ્પમાંથી અહલ્યા બનવું ( ચરણ સ્પર્શ ) રામનામ લખેલા પથ્થરોનું સમુદ્ર માં તરવું( રામ શેતું ),શબરીના એંઠા બોર ( ભાવના ના ભુખ્યા ભગવાન ) સાંકેત ગમન ( ભક્તોને પણ સાથે રાખ્યા ) જેવાં દ્ષ્ટાંનો થી  ભક્તો ભાવવિભોર બન્યા હતા...બાદમાં સુ.શ્રી નેહાબહેને એમની આગવી શૈલીમાં ભજનોની રસલ્હાણ પીરશી ને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું... આમ  બધાજ મંદિરોમાં  વિવિધ કાર્યક્રમો દ્વારા રામજન્મોત્સવ મનાવવામાં આવેલ...તેમજ દરેક મંદિરમાં ભાવિકો માટે મહા-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રસાદ આરોગીને ભક્તોએ ભગવાન શ્રી રામચન્દ્રના આશિર્વાદ મેળવી ક્રુતજ્ઞ થયા...શ્રી રામચંદ્ર ભગવાનકી જય.....
                                                                                  (માહિતી:- હર્ષદરાય શાહ અને તસ્વિર:- કાન્તિભાઈ મિસ્ત્રી.કેલિફોર્નિયા )
SHARE

Author: verified_user

0 comments: