અંબાજીથી પરત ફરતા CM રૂપાણીના કાફલાની પાઇલોટિંગ કારને નડ્યો અકસ્માત
અંબાજી-મહત્વનું છે કે સીએમ વિજય રૂપાણી પત્ની અંજલીબેન સાથે આજે વહેલી સવારે અંબાજી માતાનાં દર્શને ગયા હતાં. સાબરકાંઠામાં સીએમ વિજય રૂપાણીનાં કાફલાની પાઇલોટિંગ કરતી કારને અકસ્માત નડ્યો હોવાનાં સમાચાર મળી રહ્યાં છે. મહત્વનું છે કે સીએમ વિજય રૂપાણી પત્ની અંજલીબેન સાથે આજે વહેલી સવારે અંબાજી માતાનાં દર્શને ગયા હતાં. જ્યાંથી તેઓ પરત આવી રહ્યાં હતાં ત્યારે જ સીએમનાં કાફલામાં પાછળ આવી રહેલી કારને રસ્તામાં અચાનક જંગલી ભૂંડ આવી જતાં એક જીપ સાથે અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે સીએમ વિજય રૂપાણીનાં પાઇલોટીંગ કારને રસ્તામાં જંગલી ભૂંડ નડતા તે એક જીપ સાથે અથડાઇ હતી. આ જીપમાં સવાર બેથી ત્રણ જણને સામાન્ય ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં જંગલી ભૂંડનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં પાઇલોટીંગ કારમાં સવાર એક પોલીસ કર્મીને પણ સામાન્ય ઇજા પહોંચી છે. આ અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાલ પોલીસે આ મામલામાં તપાસ હાથ ધરી છે.
0 comments: