Wednesday, 24 April 2019

જી.ઇ.બી ના ઇલેક્ટ્રીક વાયર તથા ટ્રેકટર ચોરીમાં સંડોવાયેલ ચાર ઇસમોને ઝડપી પાડી જુદાજુદા વાયર/ટ્રેકટર ચોરીના અનડીટેક કુલ-૬ ગુનાઓશોધી કાઢતી એલ.સી.બી. ખેડા-નડીયાદ પોલીસ

SHARE

જી.ઇ.બી ના ઇલેક્ટ્રીક વાયર તથા ટ્રેકટર ચોરીમાં સંડોવાયેલ ચાર ઇસમોને ઝડપી પાડી જુદાજુદા વાયર/ટ્રેકટર ચોરીના અનડીટેક કુલ-૬ ગુનાઓશોધી કાઢતી એલ.સી.બી. ખેડા-નડીયાદ પોલીસ


ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામા બનેલ જી.ઇ.બીની ચાલુ લાઇનનાઇલેકટ્રીક વાયર તથા વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા સારૂ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના કરેલ જે અનુસંધાને આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ.એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ સ્ટાફના પો.સ.ઇ એમ.એ.ઠાકોર, ની સાથે  એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો મહુધા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેઙકો ચંન્દ્રકાંન્ત તથા પોકો.કેતનકુમારનાઓને મળેલ બાતમી હકીકત આધારેમહુધા અલીણા ચોકડી પાસે એક સફેદ કલરની ટવેરા ગાડી નં.-જી.જે.-૨૩-એ-૪૭૧૯ માં કેટલાક ઇસમો જી.ઇ.બી.ના ઇલેક્ટ્રીક વાયરો સાથે કુલ ચાર ઇસમો નામે(૧)રાવજીભાઇ જામાભાઇ સોઢા પરમાર રહે.વડવાળી મુવાડી, ભાથીજી મંદિર પાસે તાબે.હેરંજ તા.મહુધા (ર)સુરેશકુમાર ગલાભાઇ ડાભી રહે.વડવાળી મુવાડી, નિશાળવાળુ ફળીયુ, તાબે-હેરંજ તા.મહુધા (૩)રાકેશભાઇ ઉર્ફે અકલો વિનુભાઇ પરમાર રહે- નાના બોરીયા,પ્રાથમિક શાળા પાસે,તાબે-સોઢપુર તા.નડીયાદ(૪) વિજયભાઇ રાવજીભાઇ સોઢા પરમાર રહે-વડવાળી મુવાડી, ભાથીજી મંદિર પાસે તાબે-હેરંજ તા. મહુધા નાઓનેસદર મુદામાલ બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપી ન શકતાસદરી આરોપીઓની ઘનિષ્ટ પુછપરછ દરમ્યાન સદર મુદ્દામાલખેડા જીલ્લાના કપડવંજ ,કઠલાલ,ડાકોર,ઠાસરા તથા આણંદ જીલ્લાના ઉમરેઠપો.સ્ટે અલગ અલગ વિસ્તારમાથી કુલ-૯ સ્થળેથી ચોરી કરેલાની કબુલાત કરેલ છે. આમ, એલ.સી.બી. ખેડા-નડીયાદ દ્વારા જી.ઇ.બીના ઇલેક્ટ્રીક વાયર તથા ટ્રેકટર ચોરી મળી કુલ કિ.રૂ.   ૬,૭૯,૧૬૦/- નો મુદ્દામાલ રિકવર કરી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવામાં મોટી સફળતા મળેલ છે.આગળની વધુ તપાસ ચાલુ છે.



SHARE

Author: verified_user

0 comments: