રેશમા પટેલ એકમાત્ર ઉમેદવાર છે કે, જે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે લડશે
મારા માટે સૌથી મોટો સવાલ એ છે કે, હું ત્રીજો મોરચો છું અને લોકો કહે છે કે, ત્રોજો મોરચો ન ચાલે. છતાં પણ હું મહિલા નેતા તરીકે મારો સંઘર્ષ કરી રહું છું અને આગળ વધુ રહી છું.-રેશ્મા પટેલ
પાટીદાર અનામત આંદોલન મહિલા કન્વીનર તરીકેની ભૂમિકા ભજવ્યા પછી રેશમાં પટેલ 2017ની લોકસભા ચૂંટણી સમયે ભાજપના જોડાઈ ગયા હતા. ભાજપના જોડાયા પછી રેશમા પટેલે ઘણી વાર ભાજપ સામે જ બંડ પોકાર્યો હતો. રેશમા પટેલે ભાજપ તેની અવગણતના કરે છે, તેવા આક્ષેપો કરીને ભાજપ સાથે છેડો ફાડીને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતુ. હવે રેશમા પટેલ NCPમાં જોડાયા છે અને એવી પણ માહિતી મળી રહી છે કે, લોકસભાની ચૂંટણી પછી માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેઓ NCPના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
રેશમા પટેલે મીડિયા સાથ વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ઉમેદવારી ખેંચવાની તારીખ ગઈ કાલે નીકળી ગઈ છે. મેં ઉમેદવારી પાછી ખેંચી નથી. હું પોરબંદર લોકસભાની બેઠક પરથી અપક્ષના ઉમેદવાર તરીકે અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં NCPના લડીશ. લોકસભાની ચૂંટણીમાં મારું નિશાન ટ્રેક્ટર ચલાવતો ખેડૂત છે અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મારું નિશાન ઘડિયાળ રહેશે.
રેશમાં પટેલે વધુમાં કહ્યું હતુ કે, હું સામાન્ય પરિવારમાંથી આવું છું, એટલા માટે ચૂંટણી લડાવીએ વાત મારા માટે ચેલેન્જિંગ છે. લોકસભાની ચૂંટણી લડવા માટે હું પહેલાથી જ તૈયારી કરી રહી હતી પરંતુ પોરબંદર લોકસભાના માણાવદર વિધાનસભા આવે જ છે એટલા માટે હું લોકસભા અને વિધાનસભાની એક સાથે કામગીરી કરી રહી છે. મારા માટે સૌથી મોટો સવાલ એ છે કે, હું ત્રીજો મોરચો છું અને લોકો કહે છે કે, ત્રોજો મોરચો ન ચાલે. છતાં પણ હું મહિલા નેતા તરીકે મારો સંઘર્ષ કરી રહું છું અને આગળ વધુ રહી છું.

0 comments: