છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા ફોર્મ ભરાયું
છોટાઉદેપુર: 21 લોકસભા એસ ટી અનામત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે રણજીતસિંહ મોહનસિંહ રાઠવા એ તા 1 ના 12:40 કલાકે પોતાનું ફોર્મ કલેકટર કચેરીમાં ભર્યું હતું સવારથી નારાયણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ પાસે દરેક તાલુકા અને જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને સૌ ચાલતા આઈ હોસ્પિટલ પાસે આવ્યા હતા અને સીમિત કાર્યકરો ફોર્મ ભરવા અર્થે ગયા હતા આચાર સાહિતાને લઈ મર્યાદિત વાહનો કલેકટર કચેરી સુધી આવ્યા હતા. રણજિત રાઠવા એ ફોર્મ ઉપર રૂ 2 લાખની રોકડ રકમ બતાવી છે રૂ 10 લાખનું 32 તોલા સોનુ રૂ 1.40 લાખની ચાર કિલો ચાંદી હોવાનું ભરેલ ફોર્મમાં દર્શાવ્યું છે ડાયમંડ રૂ 2.50 લાખ આ ઉપરાંત બી એડ કોલેજ આર્ટ્સ અને નર્સિંગ કોલેજ વાર્ષિક ભાડું રૂ 7.95 લાખ આવે છે આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં જમીનો ધરાવે છે. પોતાની જંગમ મિલકત રૂ 52.27 લાખ સ્થાવર મિલકત રૂ 2.25 કરોડ દર્શાવી છે તથા કાર હોવાનું જણાવ્યું છે. આજરોજ તા 1 ના કુલ ત્રણ ફોર્મ ભરાયા જેમાં ડમી ઉમેદવાર તરીકે રાજુભાઇ મોહનભાઇ રાઠવા પ્રવીણભાઈ દુરસિંગભાઈ રાઠવા એ પણ ફોર્મ ભર્યું છે




0 comments: