છોટાઉદેપુર તા 24 -પોતાના સાહસ અને શૌર્ય ને લઇ ૪ આસામ રાઈફલ માં સેવારત ગુજરાતના છોટાઉદેપુર જીલ્લાના એક આદિવાસી જવાન લિલેસિંગ રાઠવાને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જીલ્લાના લેહવાંટ ગામના ૪ આસામ રાઈફલ માં સેવારત આદિવાસી યુવાન લીલેસિંગ રાઠવા ને તેણે દર્શાવેલ સાહસ અને શૌર્ય ને લઇ રાષ્ટ્રપતિ ભવન ખાતે મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગત તારીખ ૧૫ -૧૧-૨૦૧૭ નાં મણીપુર નાં ચંડેલ જીલ્લાના શાજીત્તામ્બક ખાતે એક રોડ નાં ઉદઘાટન સમારોહ માં ફરજ ઉપર હતા ત્યારે અચાનક બર્માના આંતકીઓનાં એમ્બુસ ને નિષ્ફળ બનાવ્યો હતો , આ ઓપરેશનમાં તેના બે સાથીઓને આતંકવાદીઓની ગોળી વાગી ગઈ હતી જેથી પોતાના બંને સાથીઓને બચાવતા લીલેસિંગ રાઠવાએ એકલા હાથે સતત કવર ફાયરીંગ કરી લિલેસિંગ રાઠવાએ AK ૫૬ અને led બોમ્બ ધરાવતા ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા, તેમજ ઘાયલ સાથીઓને આર્મી કેમ્પ સુધી પહોંચાડ્યા હતા. લીલેસિંગ નાં આ સાહસ ને લઇ ગત ૧૫ મી ઓગષ્ટે શૌર્ય ચક્રથી સન્માનિત શુરવીરો માં લીલેસિંગ નાં નામની જાહેરાત કરવામાં આવી હતી અને આજે દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ સન્માન સમારોહ માં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નાં હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરી સન્માનિત કરાવામાં આવ્યા હતા



0 comments: