ઉપરોક્ત ટીમ પોતાને ફાળવેલ ગાંમડાઓમાં કાર્ય કરી રહી છે.
કપડવંજ તાલુકા ના ડોક્ટર વિજયભાઇ પટેલના મિત્રનું અકસ્માતમાં મોત થતા ડોક્ટરે વાહન પાછળ રેડિયમ લગાડવાનું અભિયાન શરુ કર્યુ હતુંં .ડોક્ટરે હાથ ધરેલી રેડિયમ લગાવાની જનજાગ્રુતિ મહાઅભિયાનમાં અંદાજે ૭૦ જેટલા સ્વ્યંંસેવકો જોડાયા છે.આમાંં કપડવંજ તાલુકાના૧૨૦ જેટલા ગામડાઓમાં ૧૦ રુટ અને ૧૦ લીડર નક્કી ક્ર્યા છે.કપડવંજમાંં હાઇવે પર રાત્રીના સમયે ઉંટલારી,ટ્રેકટર, સાયકલ,બળદગાડું જેવા સાધનો પાછળ રેડીયમ પટ્ટીના અભાવે અકસ્માતો થાય છે અને જીવ ગુમાવવાના વારા આવે છે.આ અંગે ઝંંડાના વેટેનરી ઓફિસર ડો.વિજયભાઇ પટેલ દ્વારા કપડવંજ તાલુકાના ૧૨૦ જેટલા ગામોમાં વાહનો પાછળ રેડીયમ પટ્ટી લગાવવાનું જંનજાગ્રુતિ મહાઅભિયાન શરુ કર્યુ છે.તાજેતરમાંં લીડરને એક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ જેમા રેડીયમ પટ્ટી, કાતર,કાર પેપર,નોટનો સમાવેશ થાય છે.આમ તાલુકામાં ધોરી માર્ગ તેમજ ગ્રામ્ય વિસ્તારના રોડ પર રાત્રીના સમયે અકસ્માત ન થાય તે માટે મહાઅભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં નાગરિકોએ જાગ્રુતતા દાખવી સહકાર આપવા અપીલ કરાઇ છે.












0 comments: