આણંદ ભાજપના ઉમેદવાર શ્રી મિતેષભાઈ પટેલે શક્તિ પ્રદર્શન સાથે નાયબ મુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી...
આણંદ :૧૬મી લોકસભાની ચૂંટણી માટે આણંદ જીલ્લા લોકસભા માટે ભાજપના ઉમેદવાર શ્રી મિતેષભાઈ પટેલ(બકાભાઈ) ઉમેદવારી ફોર્મ ભરવા માટે આણંદ બેઠક મંદિર પાસે એક સભાનું આયોજન કરી ભગવાન રણછોડરાય ના આશીર્વાદ લઈને રેલી સ્વરૂપે ગામડીવડ થી સ્ટેશન રોડ, ગાંધીજી સ્ટેચ્યુ થઈને અમુલ ડેરી રોડ, ગણેશ ચોકડી થઈને આણંદ જીલ્લા સેવાસદન પહોંચી હતી, જીલ્લામાંથી આવેલ ભાજપના સૌ કાર્યકરોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું અને સૌએ એક જ અવાજ સાથે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી મિતેષભાઈ પટેલ(બકાભાઈ) ને બહુમતીથી જીતાડવા માટેનું આહવાન કર્યું ,,આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃત્તિ કરવા અને કાર્યકારોનું જોમ અને જુસ્સો વધારવા માટે ગુજરાત રાજ્યના ઉપ-મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને તેમની હાજરીમાં જીલ્લા કલેકટરને ઉમેદવારી ફોર્મ આપ્યું હતું,સાથે સાથે અન્ય મહાનુભાવોમાં શબ્દસરણ બ્રહ્મભટ્ટ(પ્રદેશ મહામંત્રી) ગુજરાત વિધાનસભાના દંડક પંકજ દેસાઇ,અમિત શાહ(પૂ મેયર) લાલસિંહ વડોદીયા(રાજ્યસભા સાંસદ),દિલીપ પટેલ(સાંસદ),મહેશભાઈ પટેલ(ભાજપ જીલ્લા પ્રમુખ) ,દિપકભાઈ પટેલ,બબલદાસ પટેલ(પૂર્વ.પ્રમુખ),રાજેશ પટેલ(ધર્મજ),પૂર્વ.મંત્રીઓ રોહિતભાઈ પટેલ,સી.ડી પટેલ,પૂર્વ ધારાસભ્યો જસુભા સોલંકી,જ્યોત્સનાબેન પટેલ,સંજયભાઈ પટેલ અંબાલાલ રોહિત,,પ્રદેશમંત્રી રમણલાલ સોલંકી,આણંદ લોકસભા વિસ્તારક નરેન્દ્રભાઈ,જીલ્લા ભાજપ મહામંત્રી જિજ્ઞેશભાઈ પટેલ ,સુભાષભાઈ બારોટ,ભાજપ અગ્રણી વિપુલ પટેલ,દક્ષેશ શાહ,યોગેશ પટેલ,હંસાકુવરબા,તથા અસંખ્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા
by: ચંદ્રકાંત યાદવ,કલ્પેશ પટેલ





0 comments: