Sunday, 28 April 2019

નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને બે મહિનાથી પેન્શન મળ્યું નથી

SHARE

નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને બે મહિનાથી પેન્શન મળ્યું નથી


શિક્ષણ સમિતિને ગ્રાન્ટ ફાળવાઈ છે છતાં 300 શિક્ષકો પેન્શન વિના પરેશાન


નડિયાદ,તા. 28, -નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રીટાર્યડ શિક્ષકો બે મહિનાથી પેન્શનથી વંચિત છે.શિક્ષણ સમિતિને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.તેમ છતા દોઢ મહિના જેટલો સમય વિતવા છતા પગારથી વંચિત રહ્યાનું જાણવા મળ્યું છે.

નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના ૩૦૦ જેટલા રીટાયર્ડ શિક્ષકો માર્ચ મહિનાના પેન્શનથી વંચિત છે.માર્ચ મહિનાનુ પેન્શન અને હાલ એપ્રિલ મહિનો પુરો થવા આવ્યો હોવા છતા પેન્શન થયુ નથી. પેન્શન પર નિર્ભર રહેતા રીટાયર્ડ શિક્ષકોની આર્થિક સ્થિતી દયનીય બની છે. 
જ્યારે પાલિકા ના અણઘટ વહીવટના કારણે આ રીટાયર્ડ શિક્ષકો પગારથી વંચિત રહ્યા છે.શિક્ષણ સમિતિમાંગ્રાન્ટ આવી ગઇ હોવા છતા આ શિક્ષકોને પેન્શન આપવામાં કેમ આવતુ નથી તેવા પ્રશ્નો ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.શિક્ષક તરીકે સેવા આપી બાદ વયનિવૃત થયેલ આ શિક્ષકો પેન્શનના હકદાર છે.ત્યારે માર્ચ મહિનાનુ પેન્શન વયનિવૃત થયેલ શિક્ષકોને મળ્યું નથી.આ કારમી મોઘવારીના સમયમાં ૨ મહિના જેટલો સમય વિતવા છતા શિક્ષકોને પેન્શન આપવામાં આવ્યુ નથી.આ અંગે એક નિવૃત શિક્ષકનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે પેન્શનની ગ્રાન્ટ રાબેતા મુજબ શિક્ષણ સમિતિમાં આવી જાય છે.તેમ છતા આ અધિકારીઓ દ્વારા પેન્શન ચુકવવામાં આટલો સમય કેમ વિતાવે છે.
જ્યારે આ વખતે તો ૨ મહિના જેટલો સમય વિતવા છતા પેન્શન આપવામાં આવ્યુ નથી.તે કેમ ચાલે.નિવૃત થયેલા કર્મચારીઓની માંગ છે કે અમારી આવકનો શ્ત્રોત ફક્તને ફક્ત સરકાર તરફથી આપવામાં આવતુ પેન્શન છે.તે દર મહિને નિયત તારીખે આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ.
એક-બે દિવસ પહેલાં જ ગ્રાન્ટ આવી છેઃશાસનાધિકારી
આ અંગે નગર પ્રાથમિક શાળાના શાસનાધિકારી અંકિત શાહનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ગ્રાન્ટ ન હોવાને કારણે પેન્શન  કરવામાં આવ્યુ ન હતુ.એક કે બે દિવસ પહેલા ગ્રાન્ટ આવી છે અને ૧ અથવા ૨ મે સુધીમાં માર્ચ અને એપ્રિલ મહિનાનુ પેન્શન આપી દેવામાં આવશે.
SHARE

Author: verified_user

0 comments: