આજ રોજ મહેમદાવાદના ખાત્રજ ગામ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી
શિક્ષિત બનો, સંગઠીત બનો, સંઘર્ષ કરો”
ડૉ. બાબા સાહેબ આંબેડકર
૧૨૮ મી ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ખાત્રજ ગામનાં વિજયભાઈ કટારીયા ગામના આગેવાનો ભીમ ગ્રુપના યુવાનો તેમજ સરપંચ શ્રી તથા ગ્રામજનો ભેગા મળીને આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ એવાં માન્ય સંસદ સભ્ય દેવુંસિંહ ચૌહાણ, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ખાત્રજ ગ્રામ પંચાયત સરપંચ મનિષાબેન, માંકવા ગામ સરપંચ પ્રમોદભાઈ તેમજ મહેમદાવાદ નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી મનિષાબેન પાંન્ડવ, વોર્ડ નંબર. ૪ ના સભ્ય ઈમરાનભાઈ મલેક, વોર્ડ નંબર. ૨ ના સભ્ય રસિકભાઈ ચાવડા અને કમલેશ પાંડવ (વકિલ) તથા બાબુભાઈ, શૈલેષભાઈ, પ્રકાશભાઇ તથા ગામના અને મહેમદાવાદ શહેરના તેમજ આજુબાજુના અનેક મહાનુભાવો હાજર રહી શોભા વધારી હતી,આ કાર્યક્રમમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુંદર રીતે સજાવી હતી ત્યાર દીપ પ્રાગટય તેમજ ડૉ. બાબા સાહેબ આંબેડકરની સુંદર પ્રતિમા વાડી બર્થડે કેક કાપીને જય ભીમ...જય ભીમ... જય ભીમ....ના જય ઘોસના નારા સાથે સમગ્ર વાતાવરણને રમણીય બનાવી દીધું હતું.
લોક સભાની ચૂંટણી નજીક હોવા છતાં અને તેના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં સમય કાઢીને આવેલા સાંસદ સભ્ય દેવુંસિંહ ચૌહાણને પોતાની ધારદાર છટામાં સુંદર વક્તવ્ય ડૉ. બાબા સાહેબ ઉપર તેમજ ભગવાન શ્રી રામ ના આજે જન્મ જયંતિ નિમિત્તે તેમજ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સર્વેને ટુકા વક્તવ્યમાં સરળ અને પ્રભાવશાળી શબ્દોમાં સુંદર વક્તવ્ય આપતાં મંડપની અંદર બેઠેલા નાના ભુલકાઓ, યુવાનો, મહિલાઓ અને ઉંમર લાયક વડીલો દ્વારા તાળીઓના ગડગડાટથી સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું, સાથે સાથે મતદાન લોકશાહી નો મોટો પર્વ છે લોકોનો હક તેમજ ફરજ છે અને આવખતે મતદાન કરવા જતાં સરકારી કોઈપણ ફોટો આઈડી કાર્ડ ફરજીયાત હોય તેવી વાત જણાવી અને મતદાન વિશે પણ સુંદર સમજુતી આપી હતી, આ સાથે સ્ટેજ પર બિરાજમાન અનેક મહાનુભાવોએ ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિશે ખુબ સુંદર વક્તવ્ય આપ્યાં હતાં અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ અનેક લોકો હાજર રહ્યાં હતાં, ડી જે સીસ્ટમ દ્વારા જય ભીમ ના નારા સાથે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરી સુંદર રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.




0 comments: