લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯
દિવ્યાંગ
મતદાર જાગૃતિ શિબિરમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ સરળ મતદાન માટે તંત્ર દ્વારા
અપાનારી સુવિધાઓની વિગતવાર જાણકારી આપી : દિવ્યાંગોને અચૂક મતદાન માટે શપથ
લેવડાવ્યા
*
દિવ્યાંગ બાળકોએ નાટક દ્વારા દિવ્યાંગજનોને મતદાન મથકે મળનારી
સુવિધાઓની અનુભૂતિ કરાવી
વડોદરા ----
મતદાર શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ (સ્વીપ)ના ભાગરૂપે રવિવારે સાંજે સમાજ સુરક્ષા અને શિક્ષણ વિભાગ દ્વારા પેન્શનપુરા સ્થિત સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ચૂંટણી પંચની પર્સન્સ વીથ ડિસેબીલીટી (PWD) એપ સહિત એક્સેસીબલ ઇલેકશન (સુગમ્ય ચૂંટણીઓ)ની થીમ હેઠળ તમામ શ્રેણીના દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવનારી સુવિધાઓની વિગતવાર જાણકારી આપવાની સાથે, તેનો લાભ લઈને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગ
બાળકોએ નાટકના માધ્યમથી અંધ-અપંગ સહિત દિવ્યાંગજનોને મતદાન મથકે મળનારી સુવિધાઓની
સહજ અનુભૂતિ કરાવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતુ કે, ભારતના ચૂંટણી પંચે દિવ્યાંગજનોને મતદાનની સરળતા કરી આપવા ૨૦૧૭ના
વિધાનસભા ચુનાવોમાં PWD એપનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો
જેનો હાલની લોકસભા ચૂંટણીઓમાં દિવ્યાંગો અચૂક મતદાન કરે એ માટે વ્યાપક ઉપયોગ થવાનો
છે. આ એપ એન્ડ્રોઇડ મોબાઇલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકાય છે.
આ એપમાં લાયક ઉંમરના દિવ્યાંગનું નામ મતદાર યાદીમાં દાખલ કરવું, નામ સરનામામાં સુધારો, ફેરફાર કરાવવો, મતદાર ઓળખપત્ર મેળવવું, મતદાનના દિવસે સરળ મતદાન માટે કેવા
પ્રકારની સુવિધાની જરૂર પડશે એ પ્રકારના ઓપ્શન્સ છે, જેમાં ફ્લેગ (ટીક)
કરવાથી તંત્ર સુધી તેની જાણકારી પહોંચે છે અને તંત્ર દ્વારા સંબંધિત વિકલાંગને
તેના મતદાન મથક સાથે સંકળાયેલા BLO ના માધ્યમથી શક્ય તેટલી સુવિધા ઉપલબ્ધ
કરાવવામાં આવશે.
તેમણે પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઇલ
લિપીથી ઉમેદવારનું નામ અને નંબર અંકિત ડમી બેલેટ પેપર તથા EVM મશીન પર બ્રેઇલથી ઉમેદવારના નામના અંકન
સહિતની જાણકારી આપી હતી. આ પ્રસંગે સહુએ અચૂક મતદાનના શપથ લીધા હતા. તેમણે વોટર
આસીસ્ટન્સ બુથની સુવિધાની જાણકારી પણ આપી હતી.
ઉલ્લેખનીય
છે વડોદરા શહેર-જિલ્લામાં મતદાર યાદીમાં નોંધાયેલા ૭૮૫૫ જેટલા દિવ્યાંગ મતદારો છે.
જે મતદાન મથકો ખાતે દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે એ મતદાન મથકોની ઓળખ કરી લેવામાં
આવી છે. આવા મતદાન મથકો ખાતે સમાજ સુરક્ષા ખાતા દ્વારા વ્હીલચેર અને ટ્રાયસીકલની
વ્યવસ્થા રાખવામાં આવે છે. શિબિરમાં સાઇન લેંગ્વેજ-પ્રતિક ભાષા દ્વારા મૂકબધિર
મતદારોને યોગ્ય સમજણ આપવામાં આવી હતી. આ શિબિરમાં સ્વીપના જિલ્લા કો-ઓર્ડીનેટર ડૉ.
સુધીર જોશી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના
શ્રી રાઠોડ, સમાજ સુરક્ષા અધિકારી સુશ્રી
હેતલ પરમાર, મયંક ત્રિવેદી ઇત્યાદીએ
માર્ગદર્શન આપ્યું હતુ.
0 comments: