Monday, 25 March 2019

ખેડા જિલ્‍લાના વહીવટીતંત્ર દ્વારા ખેડા સેટેલાઇટ ડેરી ખાતે મોકડ્રીલ યોજાયું

SHARE
 ખેડા જિલ્‍લાના વહીવટીતંત્ર દ્વારા ખેડા સેટેલાઇટ ડેરી ખાતે મોકડ્રીલ યોજાયું






નડીઆદ-ખેડા જિલ્‍લાના જીભાઇપુરા, ખાત્રજ નજીક આવેલ ખેડા સેટેલાઇટ ડેરી, ખાતે રેફ્રીજરેશન પ્‍લાન્ટમાં એમોનીયા ગેસ લીક થતાં પ્‍લાન્‍ટમાં કામ કરી રહેલ આશરે ૩૫૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓમાં ભયનો માહોલ ઉભો થયો હતો.
રેફ્રીજરેશન પ્‍લાન્‍ટમાં કામ કરી રહેલ કર્મચારી કંદર્પ જોષીને એમોનીયા લીકેજના કારણે અસર થવા પામેલ હતી. આ અકસ્‍માતની જાણ પ્‍લાન્‍ટ ઇન ચાર્જ શ્રી ટી.એન.ભટ્ટને થતાં તેઓએ તરતજ ફેકટરી મેનેજરશ્રી દલવિરસિંગ, સેફટી અધિકારીશ્રી નરેન્‍દ્રભાઇ ટાંટોડ અને વહિવટી અધિકારીશ્રી ધવલ પટેલને ટેલીફોનીક જાણ કરી હતી. જેના કારણે  ફેકટરીના સેફટી ડિપાર્ટમેન્‍ટ દ્વારા કવીક એકસન લેવામાં આવ્‍યા હતા. મેનેજરશ્રી થી લઇને દરેક વિભાગના અધિકારીઓ તાત્‍કાલિક ઘટના સ્‍થળે આવી ગયા હતા. એનોમીયા લીકેજના સ્‍થળેથી કંદર્પ જોષીને સલામત રીતે બહાર લાવી તાત્‍કાલીક આરોગ્‍યની સેવાઓ પુરી પાડવામાં આવી હતી. ડેરીના ફાયર બ્રીગેડના સ્‍ટાફ દ્વારા લીકેજના સ્‍થળે પાણીનો ભારે છંટકાવ કરી એમોનીયા ગેસની અસરને નાબૂદ કરી હતી. પ્‍લાન્‍ટ ઓપરેટર દ્વારા તાત્‍કાલીક પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને એમોનીયાના લીકેજને તાત્‍કાલીક અસરથી દૂર કરવામાં આવ્યું હતું. વહિવટી વિભાગ દ્વારા એલાર્મ વગાડિને ફેકટરીમાં કામ કરતા આશરે ૩૫૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્‍કાલિક પ્‍લાન્‍ટને છોડી ફેકટરીના મેઇન ગેટ પાસે પહોંચવાની સૂચના આપવામાં આવી હતી. વહિવટી વિભાગ દ્વારા જિલ્‍લા કલેકટરશ્રી, નડિયાદ, મહેમદાવાદ  મામલતદાર કચેરી, નડિયાદ સીવીલ હોસ્‍પિટલ, મહેમદાવાદ પોલીસ કચેરી અને ડીસ્‍ટ્રીકટ ક્રાઇસીસ ગૃપ/લોકલ ક્રાઇસીસ ગૃપને પણ જાણ કરવામાં આવી હતી.
આ તમામ વિભાગો દ્વારા તાત્‍કાલીક કાર્યવાહિ કરવામાં આવી હતી અને મામલતદારશ્રી હેમંતભાઇ પાઠક, મહેમદાવાદ, લોકલ ક્રાઇસીસ ગૃપના અધિકારીઓ/કર્મચારીઓ, ખેડા જિલ્‍લા ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્યની કચેરીના નાયબ નિયામકશ્રી આચાર્ય, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, નડિયાદ સીવીલ હોસ્‍પિટલના ડોકટર સહિતની ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગઇ હતી. જિલ્‍લા અને લોકલ ક્રાઇસીસ ગૃપ તથા ફેકટરીના સેફટી અધિકારીઓ, ફેકટરી મેનેજરશ્રી અને પ્‍લાન્‍ટના અધિકારીઓ દ્વારા લીકેજ સંપૂર્ણ નાબૂદ થયું છે તેની ચકાસણી કરીને ફરીથી ફેકટરીને શરૂ કરવામાં આવી હતી.
જિલ્‍લા ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્ય, નડિયાદના નાયબ નિયામકશ્રીએ જણાવ્‍યું હતું કે, ઓન-ઓકસાઇટ ઇમરજન્‍સી પ્‍લાનના રીહર્સલ(મોકડ્રીલ) અંગે આ કામગીરી કરવામાં આવી હતી. સેફટીના અનુસંધાને ફેકટરીની ચકાસણી કરવામાં આવી હતી, જે સંતોષજનક માલૂમ પડેલ હતી. નાયબ નિયામકશ્રી આચાર્યએ મોકડ્રીલ બાદ પ્‍લાન્‍ટના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.     
આ મોકડ્રીલમાં સેફટી ઓફિસરશ્રી ધવલ પટેલ, શ્રી સ્‍નેહલ પટેલ, પ્‍લાન્‍ટ ઇનચાર્જ શ્રી તરૂણ ભટ્ટ, શ્રી રવિ ઉપાધ્‍યાય, પ્‍લાન્‍ટ ઓપરેટરશ્રી પરમાર, એટેન્‍ડન્‍ટ સર્વ  શૈલેષ કાછીઆપટેલ, રાકેશ સોલંકી, પ્રકાશ દરજી, ગુજરાત પ્રદુષણ બોર્ડના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.
SHARE

Author: verified_user

0 comments: