- પતિનાં મૃત્યુ બાદ દિયરવટું કરવું મહિલાને પડ્યુ ભારે, થઇ કરપીણ હત્યા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરીયાવી ગામના સુમિત્રા બહેનના લગ્ન 15 વર્ષ આગાઉ શહેરા તાલુકાના તાડવા ગામમાં કનુભાઈ સાથે થયા હતા. લગ્ન જીવનમાં આ દંપતીને 3 સંતાનો હતા, પણ 4 વર્ષ આગાઉ પતિ કનુભાઈનું મોત થયું હતું અને બાળકો નાના હતા તો હવે કરવું શું તેની ચિંતામાં હતા ત્યારે સમાજ દ્વારા સર્વ સંમતિથી પૂર્વ પતિ કનુના નાનો ભાઈ કુંવારો હતો એટલે સુમિત્રાબેનને દિયર વટુ કરીને અમરસિંહ સાથે લગ્ન કરાવી દીધા હતા.
અમરસિંહથી સુમિત્રાને એક સંતાનનો જન્મ થયો હતો. થોડા સમય આગાઉ મોટા 3 બાળકોને પતિ અને પત્ની દ્વારા તેમના મામાના ઘરે બોરીયાવી મૂકીને એક નાના સંતાનને સાથે લઈ આ દંપતી અમદાવાદ મજૂરી કરવા ગયું હતું. હોળીનો તહેવાર આવતો હોવાથી દંપતી પોતાના વતન પરત આવી ગયું અને પોતાના મામાના ઘરે મુકી આવેલ સંતાનોને લઈ પોતાના ગામ તાડવા આવ્યા હતા. હોળીનો તહેવાર કરીને પાછા બોરીયાવી જવાના હતા. પણ ધુળેટીની રાત્રે સુમિત્રાબેન માટે કાળરાત્રિ બની ગઈ.
ગત શુક્રવારે સવારે સુમિત્રા બેનના કોઈ સંબંધી દ્વારા સુમિત્રાના પિયર ફોન કરી જાણ કરવામાં આવી કે ગુરુવારના રોજ બન્ને જણ વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો. અને સવારે સુમિત્રાને મરણ પામેલ હાલતમાં છે. આ સમાચાર સાંભળી સુમિત્રાના સગા વ્હાલા તાડવા મુકામે દોડી આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનાના સાક્ષી સંતાનો એ જણાવ્યું કે કાકાએ માં ને દફના વડે માર મારતા હતા અને અમે ડરના માર્યા ઝાડ પાછળ સંતાય ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતકની લાશને પીએમ કરવા મોકલી આપી હતી અને આરોપીને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

0 comments: