વડોદરા: આજવા ખાતે તાપી પ્રોજેક્ટને લગતા દસ્તાવેજો ગાયબ થઇ ગયા
- મહિલા કોર્પોરેટર ધરણા પર બેસી ગયા
વડોદરા,
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આજવા ગાર્ડન ખાતે આજવા થીમ પાર્ક એટલે કે આતાપી પ્રોજેક્ટ વડોદરા કોર્પોરેશને પીપીપી ધોરણે વિકસાવવા ગુજરાત ટુરીઝમ અને ક્યુબ કન્સ્ટ્રક્શન સાથે આતાપી પ્રોજેક્ટ હેઠળ કરાર કર્યો હતો. જેની વિગતો છેલ્લા બે મહિનાથી માગવા છતાં મળતી નથી. જેથી કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ધરણા પર બેસી ગયા હતા.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અને કોંગ્રેસના પ્રદેશ મંત્રીના કહેવા મુજબ આજવા સરોવર આસપાસ આતાપી પ્રોજેકટ સંદર્ભે અને કરાર તેમજ એમ.ઓ.યુને લગતી વિગતો આરટીઆઈ દ્વારા કોર્પોરેશન પાસે માગી હતી. જે વિગતો કોર્પોરેશન પાસે ન હતી. જેથી આર.ટી.આઈ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનને તબદીલ કરી મ્યુનિ કોર્પોરેશનને માહિતી આપવા કહ્યું હતું.
ટુરીઝમ કોર્પોરેશનના ભારત સરકારના સ્પેશિયલ પ્રોજેક્ટ ઝોનલ ઇજનેર દ્વારા લેખિત જણાવાયું હતું કે માંગેલી માહિતીનો રેકોર્ડ અમારી ઓફિસમાં ઉપલબ્ધ નથી. તેથી માંગેલી માહિતી આપી શકાય તેમ નથી. આનો અર્થ એ થયો કે કોર્પોરેશન અને ટુરિઝમ પાસે દસ્તાવેજો નથી તો પછી દસ્તાવેજો ક્યાં ગાયબ થઇ ગયા તેઓ સવાલ કર્યો હતો તેઓએ કહ્યું હતું કે આજવા થીમ પાર્કની ટેન્ડર પ્રક્રિયા ટુરિઝમ દ્વારા કરાઈ હતી અને તેની માહિતી તેની પાસે હોવી જ જોઈએ જમીન કોર્પોરેશનની છે અને તેના પર પ્રોજેક્ટ ઉભો કરવામાં આવ્યો છે. જેથી માહિતી છુપાવી શકાય નહીં ખરેખર તો આ દસ્તાવેજો કોર્પોરેશનની કસ્ટડીમાં હોવા જોઈએ આ બાબત ગંભીર છે અને તેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત થશે.
આજવા થીમ પાર્ક 566 કરોડની જમીન એટલે કે 130 એકર અર્થાત ૫૬ લાખ ૬૨ હજાર ચોરસ ફુટ જમીન પર બન્યો છે કોર્પોરેશનની 35 વર્ષ સુધી લીઝ પર આપ્યો છે. ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ક્યુબ કન્સ્ટ્રકશનને બાંધવા ટેન્ડર આપ્યું હતું. આ તાપી થીમ પાર્ક થી કોર્પોરેશનને રેવન્યુ મળે અને નુકસાની અટકે તે માટે આ પ્રોજેક્ટ ને લગતી વિગતો માગી હતી. જે કોર્પોરેશન આપતું નથી વળી આજવા વળી આજવા સરોવરના પાળાની નીચેની આસપાસની જમીન સાથેનું ત્રણ કિલોમીટર વિસ્તાર કાનજી બિલ્ડરને આપી દીધો છે.
બીજીબાજુ આ તાપીના સંચાલકો આજે ખાનગી મિલકત છે તેવી જાહેરાત કરે છે અને ત્યાં મોંઘી રાઇડ્સ લેસર શો રેસ્ટોરેન્ટ વગેરેની આનંદ-પ્રમોદ માટેની જગ્યા ઊભી કરી છે અને મોંઘી ફી વસુલ કરીને લોકોની ઉઘાડી લૂંટ ચલાવે છે પાર્ક એન્ડ ગાર્ડન ઓફીસમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર એ કહ્યું હતું કે આ પ્રોજેક્ટમાં 10 કરોડ જીએસએફસી એ અને ૭૫ કરોડ રાજ્ય સરકારે આપ્યા હતા તો પછી આ પ્રોજેક્ટ પીપીપી ધોરણે બન્યું છે. એમ કઈ રીતે કહી શકાય કોર્પોરેશનને વાર્ષિકમાં ૨૫ લાખની આવક થવાની છે. આમ કોર્પોરેશનને ખોટમાં ધકેલનારા આ પ્રોજેક્ટ સંદર્ભે માહિતી પૂરી પાડવી જોઈએ જોકે બપોરે લેખિતમાં એવું કહ્યું હતું કે કોર્પોરેશન તમામ પ્રોસિજર પૂરી કરી માહિતી આપશે જેથી તેમણે ધરણા પુરા કર્યા હતા.

0 comments: