નોટ કરી લો તારીખ,સેમસંગ લોન્ચ કરી રહી છે 5G સ્માર્ટફોન
નવી દિલ્હી-સેમસંગે તેનો પહેલો 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સેમસંગે કહ્યું છે કે તે એપ્રિલના પહેલા અઠવાડિયામાં પહેલો 5જી સ્માર્ટફોન લોન્ચ કરશે, જોકે 5 જી સપોર્ટ સાથે સેમસંગ ગેલેક્સી એસ10 ને દક્ષિણ કોરિયામાંમાં જ લોન્ચ થઇ રહ્યો છે. અન્ય દેશોમાં લોન્ચ કરવાના કોઈ સમાચાર નથી. ફોનનું વેચાણ 5 એપ્રિલથી શરૂ થશે.
સેમસંગે ગેલેક્સી એસ 10 5G એ કિંમતની જાહેરાત કરી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે આ ફોનની કિંમત 1,332 ડોલર (એટલે કે આશરે 91,300 રૂપિયા) હશે. બીજી બાજુ દક્ષિણ કોરિયન રેડિયો ચેનલે અહેવાલ આપ્યો છે કે 5જી સપોર્ટ ધરાવનાર સેમસંગ ગેલેક્સી એસ 10ને સિગ્નલ વેરિફિકેશન પણ મળી ગયુ છે અને દક્ષિણ કોરિયામાં લોન્ચ કરવાની મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ કોરિયામાં ત્રણ ટેલિકોમ કંપનીઓ સેમસંગના આ ફોન માટે 5 જી નેટવર્ક પર કામ કરી રહી છે.
યુ.એસ. કંપનીએ વેરિઝોન પણ 11 એપ્રિલના રોજ મોટોરોલાનો પહેલો 5 જી સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. મોટોરોલા મોટો જેડ3ને 5જી સપોર્ટ સાથે રજૂ કરશે. સેમસંગ ગેલેક્સી એસ 10 5જીની પહેલી ઝલક ગયા મહિને સેમસંગની ઇવેન્ટ અનપેક્ડમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં સેમસંગે ગેલેક્સી એસ 10, ગેલેક્સી એસ 10 પ્લસ અને ગેલેક્સી એસ 10 ઇ લોન્ચ કર્યો હતો.
આ ફોનના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 6.7-ઇંચ ક્વાડ એચડી પ્લસ અમોલ્ડ ડિસ્પ્લે છે. તેમાં ક્વાડ કેમેરો સેટઅપ છે. તેમાં ગેલેક્સી એસ 10 પ્લસની જેમ રીઅર કેમેરા સેટઅપ છે,પરંતુ એક 3D ડીએફટી કેમેરા અલગથી આપવામાં આવ્યા છો. 12 મેગાપિક્સેલનો 77 ડિગ્રી એંગલ વાળો, બીજો 12 મેગાપિક્સલનો 45 ડિગ્રી અને ત્રીજો 16 મેગાપિક્સેલનો 123 ડિગ્રી એન્ગલ વાળો છે. આ ફોનમાં સેલ્ફી માટે 10 મેગાપિક્સલનો ડ્યુઅલ પિક્સેલ કેમેરો છે.
Cricket Score

0 comments: