Friday, 5 June 2026

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે બ્રહ્માકુમારી સંસ્થા, પ્રભુ સ્મૃતિ ભવન ખાતેપર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

SHARE
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે બ્રહ્માકુમારી સંસ્થા, પ્રભુ સ્મૃતિ ભવન ખાતે
પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આણંદ, તા. ૫ જૂન ૨૦૨૬: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે બ્રહ્માકુમારી સંસ્થા, પ્રભુ સ્મૃતિ ભવન, વિવેકાનંદ કોલોની, નેહરૂ બાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી  બહેનો ધ્વારા પર્યાવરણ નુ મહત્વ સમજાવામા આવ્યુ હતું.

આ અવસરે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં વિવિધ જાતના છોડ રોપવામાં આવ્યા હતા. સાથે સાથે કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને પણ વિવિધ પ્રકારના છોડ વિતરણ કરવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાના ઘરે અથવા આસપાસ હરિયાળી વધારી શકે.

આ કાર્યક્રમ દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.

સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9979407774,
9879407774
SHARE

Author: verified_user

0 comments: