આણંદ સાહિત્ય પરિવારનું પ્રથમ સ્નેહમિલન અને કવિસંમેલન યોજાયું
28/12/2025 રોજ આણંદ નિર્માણ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ટિરિયરની ઓફિસ ખાતે આણંદ સાહિત્ય પરિવાર દ્વારા પ્રથમ સાહિત્યિક સ્નેહમિલન અને કવિસંમેલનનું કર્યું. જેમાં આણંદના ખ્યાતનામ કવિ, સાહિત્યકાર, નિબંધકાર ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયું. આ પ્રસંગે નમસ્કાર ગુજરાત દૈનિક પેપરના મેનેજિંગ તંત્રી ડૉ. કલ્પેશ પટેલ, નવનિર્માણ ન્યુઝ ચેનલના દિગ્વિજયભાઈ પાઠક, ચાલો સાહિત્ય પંથ તથા સાહિત્ય પ્રકાશ પરિવારના સંચાલક નિશાબેન નાયક, વાર્તાકાર ડૉ.રમણ માધવ, સરદાર પટેલ યુનિવર્સિટી સ્પેકના અધ્યાપક તથા મીડીયા ડીપાર્ટમેન્ટના હેડ ડૉ. દીક્ષિતા રામી, અંગત ડાયરીના સંચાલક ડૉ. પારુલ અમિત પંખુડી ઉપસ્થિત રહ્યા.
28/12/25ની સાંજને આણંદ સાહિત્ય પરિવારના સભ્યોએ પોતાની સ્વરચિત કાવ્યરચના પઠન દ્વારા સુંદર બનાવી. કવિગણમાં કોકિલાબેન ચૌહાણ, લતાબેન ચૌહાણ, તૃપ્તિ પટેલ, જીગ્નેશ ક્રિસ્ટી, દીપકસિંહ સોલંકી દીપ, ઝંખના શાહ, ધર્મિષ્ઠાબેન પરમાર, કમશા ગઢવી, સુરેશ ઠાકર, શરદ પાર્કર, ગાયત્રીબેન જાની, જિજ્ઞાસાબેન મિસ્ત્રી, મુકેશ મહિડા, લાલસિંહ રાજ, રમણભાઈ નડીઆદી, હસમુખભાઇ વાધેલા, રજનીકાંત રાવલ, દીપક પંડયા, નિશા નાયક, અમૃત પંડયા એકાંત, નવનીત પટેલ, પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ વગેરે ખૂબ જ સરસ રજૂઆત કરી કવિમંચ શોભાવ્યું હતું.
આણંદ સાહિત્ય પરિવારે એક સુંદર કાર્યક્રમ કરી આણંદના આંગણે સાહિત્ય દ્વારા ગુજરાતી ભાષાનો પ્રચાર પ્રસાર અને સાહિત્યને ઉજાગર કરવાનું એક સુંદર પગલું ભર્યું.
આણંદ સાહિત્ય પરિવારના સંચાલક રાકેશભાઈ પાઠક, કિરણબેન શર્મા, વિજય પરમાર 'વીર' તથા મિત્તલ મકવાણા મિત દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું વિજય પરમાર 'વીર' અને મિત્તલ મકવાણા 'મિત' દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
અવારનવાર આણંદ સાહિત્ય પરિવાર દ્વારા આવા કાર્યક્રમ કરી સ્થાનિક કવિ મિત્રોને એક સરસ મંચ મળે તેવી તમામે ઈચ્છા વ્યક્ત કરી છે.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9879407774,
9979407774
0 comments: