CVMU માં એક દ્વિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ "સિનર્જેટીક ડેવેલોપેમેન્ટ થ્રુ સ્માર્ટ ટેક્નોલોજી એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મશન" STSTD 2025 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ એન્જિનિરીંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા આયોજિત "સિનર્જેટીક ડેવેલોપેમેન્ટ થ્રુ સ્માર્ટ ટેક્નોલોજી એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મશન" ઉપર એક દ્વિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફેરન્સનું ઉદ્ઘાટન તા. 25/6/2025 ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડો. સુંદર ગોપાલ શ્રીધર, ચીફ સાઈંટીસ્ટ, CSIRIICT, હૈદરાબાદ, અને ગેસ્ટ ઓફ ઓ નર તરીકે ડૉ. કિરણ ત્રિવેદી એસોસિએટ પ્રોફેસર, યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ ગિફ્ટ સિટી કેમ્પસ, ગાંધીનગર હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સ માં બે કીનોટ સ્પીકર સહીત વિવિધ નેશનલ અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટસમાંથી કુલ 13 વિષય નિષ્ણાતો વિવિધ વિષયો પર પોતાના લેટેસ્ટ રિસર્ચથી સહભાગીઓને માહિતગાર કરશે. આ કોન્ફરેન્સમાં તા 25-26 જૂન, 2026 દરમિયાન વિવિધ એન્જિનિરીંગ ના વિષયો પર કુલ 152 રિસર્ચ પેપર્સ ની રજુઆત થશે.
આ સમગ્ર કોન્ફરેન્સનું આયોજન ડૉ વિનોદ પટેલ (જીસેટ), ડૉ. શિવમૂર્તિ શ્રીવાસ્તવ (એડીઆઈટી), ડૉ. ફોરમ જોશી (એમબીઆઈટી) અને અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ટીમે ડૉ. કૌશિક નાથ, ડીન, FOET, CVM યુનિવર્સિટી, ડૉ વિશાલ સિંઘ, પ્રિન્સિપાલ એડીઆઈટી અને ડૉ મૌલિકા પટેલ, પ્રિન્સિપાલ એમબીઆઈટી ના સક્ષમ માર્ગદર્શન હેઠળ કર્યું હતું. CVMU ના પ્રેસિડેન્ટ અને CVM ના ચેરમેન ઇ. ભીખુભાઇ પટેલ, CVM ના વાઈસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલે, CVMU ના પ્રો-વોસ્ટ ડૉ હેમંત ત્રિવેદી અને રજિસ્ટ્રાર ડૉ સંદીપ વાલિયા એ આ કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9879407774,
9979407774
0 comments: