Friday, 14 February 2025

ILSASS કોલેજ દ્વારા ENCUESTA 8.0 ક્વિઝિંગ કાર્નિવલનું 15 મી ફેબ્રુઆરીએ આયોજન

SHARE
ILSASS કોલેજ દ્વારા ENCUESTA 8.0 ક્વિઝિંગ કાર્નિવલનું 15 મી ફેબ્રુઆરીએ આયોજન

ચારુતર વિધામંડળ યુનિવર્સિટી સંચાલિત ILSASS કોલેજ દ્વારા ‘ENCUESTA 8.0’  'ક્વિઝિંગ કાર્નિવલ'નું 15 મી ફેબ્રુઆરી 2025 એ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્વિઝિંગ કાર્નિવલનું ILSASS કોલેજ દ્વારા સતત છેલ્લા 7 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે, અને આ વર્ષે 'ENCUESTA 8.0' ના રૂપમાં ઇવેન્ટની 8મી આવૃત્તિ યોજાઈ રહી છે. આ સ્પર્ધા અંતર્ગત સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે કુલ 4 પ્રકારની ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલ કક્ષાએ જનરલ નોલેજ અને બૉલીવુડ ક્વિઝ રાખવામાં આવી છે, જેના ક્વિઝ માસ્ટર વાસુ પટેલ અને નિતિન રોહિત હશે. જ્યારે કોલેજ કક્ષાએ પણ જનરલ નોલેજ અને બૉલીવુડ ક્વિઝ યોજાઈ રહી છે, જેમાં કરન વોરા અને રોચક સક્સેના ક્વિઝ માસ્ટર હશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તથાં વિજેતાઓને ટ્રોફી સાથે કેસ પ્રાઈઝ આપવામાં આવશે.

 આણંદ, વડોદરા, નડિયાદ, સુરત, અમદાવાદ, કપડવંજ અને મહેમદાવાદ જેવાં 8 શહેરોમાંથી વિવિધ નામાંકિત શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે. ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાનો અને ટીમ વર્ક દ્વારા વિદ્યાર્થીઓની સહભાગીતામાં વધારો કરવાનો છે. 
‘ENCUESTA 8.0’ પુર્વે ILSASS કોલેજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. જેમાં ENCUESTA 8.0 ના ટાઈટલ સ્પોન્સર કૌશલ પટેલે (જિયાન ઓવરસિઝના માલિક) વિશેષ ઉપસ્થિતિ આપી હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. સી.એન. અર્ચના નરહરીના માર્ગદર્શન હેઠળ તથાં ફેકલ્ટી કોઓર્ડિનેટર પ્રો. દર્શન ગજ્જર, વાઈસ પ્રેસિડન્ટ પ્રો. કિશન જોષીના સહયોગથી સ્પર્ધાના ચીફ એસ્ક્યુટિવ ઓફિસર વેદ પટેલે, મેનેજિંગ જનરલ સેક્રેટરી વૈશ્વી શાહ તથાં કોલેજના સ્ટાફ અને વિધાર્થીઓએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. આ વર્ષની ‘ENCUESTA 8.0’ સ્પર્ધામાં 2190 જેટલાં રજીસ્ટ્રેશન સાથે છેલ્લા વર્ષોનો રેકોર્ડ બ્રેક થયેલ છે. જેમાં કોલેજ જનરલ નોલેજમાં 494 રજીસ્ટ્રેશન, કોલેજ બૉલીવુડ ક્વિઝમાં 596 રજીસ્ટ્રેશન અને સ્કૂલ જનરલ નોલેજમાં 548 રજીસ્ટ્રેશન, સ્કૂલ બૉલીવુડ ક્વિઝમાં 552 રજીસ્ટ્રેશન થયેલ છે. આ સંપૂર્ણ જાણકારી મીડિયા પ્રભારી ડૉ. ક્રિષ્ના ત્રિવેદી દ્વારા આપવામાં આવી છે.

સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: