સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિજનલ બિઝનેસ ઓફિસ આણંદ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોનસિબિલીટીની ઉમદા કામગીરી
આણંદની પ્રાથમિક નગર શાળા કન્યા સ્કુલ નંબર બે માં કમ્પ્યુટર લેબનું દાન
આણંદ:સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિજનલ બિઝનેસ ઓફિસ આણંદ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોનસિબિલીટીની ઉમદા કામગીરી આણંદની પ્રાથમિક નગર શાળા કન્યા સ્કુલ નંબર બે માં કમ્પ્યુટર લેબનું દાન આપી બિરદાવવામાં આવી. આ પ્રસંગે પ્રણય રંજન દ્વિવેદી જનરલ મેનેજર નેટવર્ક ૨ લોકલ હેડ ઓફિસ અમદાવાદ, રીજનલ મેનેજર સમીરકુમાર ,રીજનલ બિઝનેસ ઓફીસ આણંદ, ડૉ.હરીશ પટેલ આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર એસોસિએશન તથા શાસના અધિકારી ભોઈ સાહેબ અને બેંકના તથા સ્કુલના તમામ શિક્ષકોએ આ ઉમદા કાર્યમાં ભાગ લીધો હતો.
ખુબ જ સુંદર રીતે આખા પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળામાં અનોખો ઉત્સવ ઉજવાયો હોય એવું લાગી રહ્યું હતું.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
9979407774
0 comments: