‘યુગાંતર’ એ કળા, સંસ્કૃતિ અને સ્વ-ઓળખનો સંગમ
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી : યુથ ફેસ્ટીવલ યુગાંતર – 2023ના બીજા દિવસે શાસ્ત્રીય સંગીત, કલાત્મક કૃતિઓ તથા એકાંકી સ્પર્ધાઓ યોજાઇ
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી : યુથ ફેસ્ટીવલ યુગાંતર – 2023ના બીજા દિવસે મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી ફિલ્મ એક્ટર મિત્ર ગઢવી અને શ્રી દીપ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સર્વેશ ત્રિવેદી દ્વારા તેમનું સ્વાગત તથા પરિચય આપવામાં આવ્યો હતો. તથા સહમંત્રીશ્રી મેહુલ પટેલ દ્વારા મિત્ર ગઢવીને સ્મૃતિચિહ્નન સ્વરૂપે સન્માન-પત્ર અર્પણ કરાયું હતું. આ પ્રસંગે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અગ્નેશ્વરી અઢીયા ઉપસ્થિત રહ્યા હતા. મિત્ર ગઢવીએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, “હું સેમકોમ કોલેજનો વિદ્યાર્થી રહ્યો છું.. મારી સફળતામાં સેમકોમ કોલેજ, સીવીએમ અને વિદ્યાનગરનો મુખ્ય ફાળો છે, વિદ્યાનગરે મારુ ઘડતર કર્યું છે. હું તમારી જેમ જ સફળતાના સ્વપ્ન સેવતો હતો. મારા માટે આ વિદ્યાનગરની ધરતી પૂજનીય છે. વિદ્યાનગર અને મારી કોલેજ મારા ઘડતરના બીજ સમાન છે, પહેલા વર્ષે તમને અહીં નહીં ગમે પણ પછી વિદ્યાનગર તમને રમણીય અને સુંદર સ્થળ લાગશે. જ્યારે અહીંથી છોડીને જશો ત્યારે ખૂબ રડશો. આજે પણ મારી કોલેજની યાદો મને પ્રાણ પૂરે છે, એક અભિનેતા તરીકે કરેલો સંઘર્ષ, અને સફળ થવા કરેલી મહેનત યાદ કરું છું ત્યારે મને આપ બધામાં એજ સફળતાના દર્શન થાય છે.”
સીવીએમયુના જોઇન્ટ સેક્રેટરી મેહુલ પટેલે કહ્યું હતું કે, ચારુતર વિદ્યામંડળ વિદ્યાર્થિઓની પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરૂ પાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ મિત્ર ગઢવી જેવા શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ અભિનેતા છે, જેઓ ચારુતર વિદ્યામંડળના વાતાવરણમાં ભણી તથા અહી મળેલી થિયેટર ઇવેન્ટ્સમાં ભાગ લેવાની તકો અને પોતાની મહેનત થકી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે.
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા ‘યુગાંતર’ – યુવામહોત્સવ કેટલાક મુખ્ય હેતુ સાથે યોજવામાં આવી રહ્યો છે, જેમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કલાત્મકતાને પ્રોત્સાહન આપવું, વિદ્યાર્થીઓનો સ્વ-વિશ્વાસ વધારવો: વિદ્યાર્થીઓને નવી કુશળતાઓ શીખવવી, વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં સહકાર અને સંવાદિતા વધારવી, એવા ઉદ્દેશ સાથે ચારુતર વિદ્યામંડળ અને ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા આયોજિત યુગાંતર-૨૦૨૩નું આયોજન થયું છે. યુગાંતર – યુવા મહોત્સવના બીજા દિવસે ૧૬ ઘટક કોલેજોમાંથી જેમાં વન એક્ટ પ્લે, જેમાં ૮ ટીમ દ્વારા ‘એક ઔર દ્રોણાચાર્ય’, ‘ઔરત’, ‘દેવદાસી’, ‘રાધાકૃષ્ણ કી નૌટંકી’, ‘નિરજા મૌસી’ તથા સામાજિક સમસ્યા વગેરે થીમ પર એકાંકી રજૂ થયા હતા. અંતાક્ષરીમાં ૧૧ ટીમ, સંગીતને લગતી મુખ્ય ઇવેન્ટ્સ જેમાં ક્લાસિકલ વોંકલ સોલોમાં ૬ સ્પર્ધક, પર્કશનમાં ૭ સ્પર્ધક, નોન પર્કસહનમાં ૫ સ્પર્ધક, ફોક ઓરકેસ્ટામાં ૬ ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જ્યારે પેન્ટિંગને લગતી સ્પર્ધાઓ જેવી કે, કાર્ટૂનિંગમાં ૧૧ સ્પર્ધકોએ પોલિટિકલ ઇવેંટ, નોન પીપલ કેરીકેચર, સાયન્સ વર્લ્ડ જેવી થીમ પર ભાગ લીધો હતો. કોલાજમાં ૯ સ્પર્ધકોએ ફિશ ટેન્ક –એક્વેરિયમ, ડક્ષ ઇન પોંડ, શ્રી ગણેશા, વગેરે મોડલ રજૂ થયા હતા. કલે મોડલિંગમાં ૧૦ સ્પર્ધકે ભાગ લીધો, આમ, ‘યુગાંતર’ના બીજા દિવસે કુલ ૭૩ જેટલી વિવિધ વ્યક્તિગત અને ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
સંકલન-કોમલ કુમાવત ,કાજલ કંડોરિયા,કલ્પેશ પટેલ,વિધાનગર
મો-9879407774
9979407774
0 comments: