Tuesday, 13 June 2023

કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કપડવંજ તાલુકાના ચિખલોડ ખાતે ચિખલોડ પ્રાથમિક શાળામાં યોજાયો

SHARE
કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કપડવંજ તાલુકાના ચિખલોડ ખાતે  ચિખલોડ પ્રાથમિક શાળામાં યોજાયો.
       આવ્યો રૂડો પ્રવેશોત્સવ  રે...
    હાલોને સૌ  ભણવાને......
  કપડવંજ તાલુકાના ચિખલોડ પ્રાથમિક શાળા માં ગામના બાળકોનો પ્રવેશોત્સવ કરવામાં આવ્યો . જેમાં મુખ્ય અધિકારી તરીકે  ડૉ જીગ્નેશ શાહ , અને સી.આર.સી સાહેબ ,ગામના સરપંચ શ્રી, આરોગ્ય ખાતા ના કર્મચારીઓ, આગણવાડી કાર્યકરો, શ્રી મતી એસ આઈ પટેલ ઈપફકો વાળા હાઇસ્કુલ ના આચાર્ય અને વિદ્યાર્થીઓ હાઇસ્કુલ ના સ્ટાફ ,  પ્રાથમિક શાળા પરિવાર ગ્રામજનો  હાજર રહ્યા હતા.
        સૌપ્રથમ  મુખ્ય મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની સફળતા માટે આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા મનુષ્ય તુ બડા મહાન ગીત રજુ કરવામાં આવ્યું હતું અને પુષ્પગુચ્છ અને બુક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું, શાળાના આચાર્યશ્રી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ અંતર્ગત સૌપ્રથમ ધોરણ એક ના બાળકો, બાલવાટિકાના બાળકો, બાલમંદિરના બાળકોને વિધિવત રીતે આવેલ અધિકારીશ્રીઓ દ્વારા  બાળકોને દફ્તર, શૈક્ષણિક કિટ, ચોકલેટ આપીનેપ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોરણ આઠમાં અભ્યાસ કરતી જાદવ ડિમ્પલ બેન સંજય ભાઈ દ્વારા 'બેટી બચાવો બેટી પઢાઓ 'અંતર્ગત વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું  હતું.આમ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ એક , બાલ વાટિકામાં,  બાલમંદિરમાં  (આંગણવાડી) માં બાળકો  ને  પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોરણ ૧ થી ૮ માં ગત વર્ષેની વાર્ષિક પરીક્ષામાં૧  થી ૩  નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અધિકારીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તે ઉપરાંત શાળા માં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતુ અને  પગાર કેન્દ્ર શાળા ચિખલોળ માં મફત પરિવહન યોજના ને ડૉ જીગ્નેશ શાહ દ્વારા લીલી ઝંડી આપી ને બે ઇક્કો કાર અને એક CNG રિક્ષા ને સ્કુલ થી ત્રણ કિલોમીટર દુર થી આવતા બાળકોને લાવવા મૂકવા માટે મફત સુવિધા મળે તે અંતર્ગત આવેલ અધિકારી ડૉ જીગ્નેશ શાહ દ્વારા સુવિધાને ખુલ્લી મૂકવામાં આવી .ગામના દાતાઓ દ્વારા બાળકોને પ્રોત્સાહન રૂપે કીટ આપવામાં આવી હતી.અને સ્કૂલ ના બાળકો ને આરોગ્ય સ્ટાફ દ્વારા હેલ્થ કાર્ડ , આભા કાર્ડ બનાવી આપવા માં આવ્યા હતા
સંકલન-સુરેશ પરમાર,ચીખલોડ
SHARE

Author: verified_user

0 comments: