Thursday, 12 January 2023

વુમન એસોસિએશન આણંદ દ્વારા દેશભક્તિનું નાટક સ્પર્ધા યોજાઈ

SHARE
વુમન એસોસિએશન આણંદ દ્વારા દેશભક્તિનું નાટક સ્પર્ધા યોજાઈ
 વુમન એસોસિએશન આણંદ દ્વારા  પ્રમુખ હંસાબેન સી પટેલ ની અધ્યક્ષતામાં કમલા પાર્ક ખાતે દેશભક્તિનું નાટકની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જજ તરીકે શીતલબેન શાહ અને નીલમબેન શાહે સેવા આપી હતી. આ સ્પર્ધાના સ્પોન્સર કારોબારી સભ્ય મીનાબેન દલવાડી હતા. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે અર્ચનાબેન શુકલ દ્વિતીય બેલાબેન દોશી તૃતીય વર્ષાબેન પંચાલ આવ્યા હતા. ઉપપ્રમુખ  જયશ્રી ભટ્ટે સરપ્રાઈઝ ગેમ રમાડી હતી. તેના વિજેતા ભાવનાબેન મિસ્ત્રી થયા હતા. કારોબારી સભ્ય મીનાબેન દલવાડી અને કારોબારી સભ્ય રૂપાબેન ઘગટે બહેનોને લકી ડ્રો તેમજ જન્મદિનની ઉજવણી કરાવી હતી. લકી ડ્રોના વિજેતા અરુણાબેન કોટેચા થયા હતા. ઉપપ્રમુખ  જયશ્રી  ભટ્ટ, મંત્રી અંજુબેન ઠાકર તેમજ સહખજાનચી હંસાબેન ધ્રુવે દેશભક્તિ નું ગીત ગાઈને પરફોર્મ કર્યું હતું. ખજાનચી  રચનાબેન શાહ અને સહ ખજાનચી  હંસાબેન ધ્રુવનો સહકાર 
સાપળ્યો હતો. મંત્રી  અંજુબેન ઠાકરે આ કાર્યક્રમનું સંચાલન સફળતાપૂર્વક કર્યું હતું..

સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: