ઔસમ ક્લબ દ્વારા બાળકો સાથે નાતાલ ની ઉજવણી
૨૫ ડિસેમ્બર નાં રોજ નાતાલ પર્વની નિમિતે ઔસમ ક્લબ દ્વારા દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ નાં બાળકો સાથે ખૂબ ઉલાહસ ભરી ઉજવણી કરવામાં આવી. ક્લબ તરફથી બાળકો માટે ચીકી, કેક, ચોકલેટ, નારંગી આપવામા આવી. જે બાળકો એ પોતાની પ્રતિભા બતાવી એમને ખાસ ઇનામો આપવામાં આવ્યા. ત્યારબાદ ક્લબ નાં પ્રમુખ નાં સભ્યો સંતા ની ટોપી પહરી ને બધા સાથે નૃત્ય અને ગરબા કર્યા.બધા લાલ વસ્ત્ર માં સજજ હતા તેથી વાતાવરણ ખુબજ સુંદર લાગતું હતું.ક્લબ નાં પ્રમુખ પૂજા શાહ મુજબ "સર્વ ધર્મ સમભાવ" નાં ઉદ્દેશ્ય થી આ પર્વ બાળકો સાથે ઉજવવામાં આવ્યું.
સંકલન-કલ્પેશ પટેલ,
મો-9879407774
0 comments: