Tuesday, 13 August 2019

મ્યુનિસિપલ કમિશનરે ૪ ઝોનના અધિકારીઓ સાથે બેઠક યોજીને શહેરના તમામ મ્યુનિસિપલ વોર્ડ્સમાં પુનરસ્થાપનની થઈ ગયેલી અને થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી.

SHARE

મ્યુનિસિપલ કમિશનરે ૪ ઝોનના અધિકારીઓ સાથે બેઠક યોજીને
શહેરના તમામ મ્યુનિસિપલ વોર્ડ્સમાં પુનરસ્થાપનની
થઈ ગયેલી અને થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી..




વડોદરા -વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે શહેરના ૪ મ્યુનિસિપલ ઝોન્સના અધિકારીઓ સાથે બેઠક યોજીને, તાજેતરની અતિવૃષ્ટિ અને પૂરના સંદર્ભમાં વ્યાપક સ્તરે કરવામાં આવી રહેલી પુનઃસ્થાપનની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી અને કામગીરીને વધુ સઘન બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે રસ્તાઓના સમારકામ, ગટરોની સફાઈ, પાણી પુરવઠો, સફાઈ અને સેનિટેશન, આરોગ્ય, વરસાદી ગટરોની સુધારણા જેવી બાબતોમાં પ્રત્યેક વોર્ડ્સમાં થયેલી અને હાલમાં થઈ રહેલી કામગીરીની વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે ઝડપી અને અસરકારક કામગીરી દ્વારા પરિસ્થિતિને પૂર્વવત કરવા પર ભાર મુક્યો હતો અને જરૂરી સૂચનાઓ આપી હતી.

SHARE

Author: verified_user

0 comments: