Sunday, 25 August 2019

માખણ મીસરી રાસ પ્રસાદની રંગછોળો વચ્ચે સ્વા. મંદિર વડતાલમાં નટખટનો પ્રાગટય મહોત્સવ ઊજવાયો

SHARE


માખણ મીસરી રાસ પ્રસાદની રંગછોળો વચ્ચે સ્વા. મંદિર વડતાલમાં નટખટનો પ્રાગટય મહોત્સવ ઊજવાયો

       




નડિયાદ -આજરોજ સમગ્ર દેશ કૃષ્ણ પ્રાગટયના જશ્નમાં ડૂબી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ પણ નટખટમય બની ગયું હતું .  ૨૦૦ કીલો માખણ . ૨૦૦ કીલો મીસરી , ૨૦૦ કીલો પંચાજીરી ; ૪૦૦૦ હજાર કીલો કેળાંથી મંદિર પરિસરની સજાવટની વચ્ચે વટભર રાસની રમઝટ બોલાવી રાસ રસિકોએ ગોકુળ ખડુ કરી દીધું હતું . 

             ભગવાન આપણા માટે જ ધામ છોડી ધરા પર પ્રગટ થાય છે ; એમ કહી સહુને આશીર્વાદ આપીને ગાદીપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે વડતાલ ; જોળ અને મેઘવાના ભક્તોની સેવાને બિરદાવી સમસ્ત સત્સંગને આશિષ આપ્યા હતા. આ પ્રસંગે પૂ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પ્રાસંગિક કથાવાર્તા કરી હતી . ડો સંત સ્વામીએ સ્વયં સેવકોની લાગણી વ્યક્ત કરી હતી. શેઠશ્રી પંકજભાઈ વડોદરા; મહેન્દ્રભાઈ નિલગિરિ વડતાલ ; જેકી ભગત વડોદરા; નિકિત પટેલ વડતાલ વગેરેએ આચાર્ય મહારાજ એવં સંતોના આશિષ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ભુમેલ ; હરિયાળા; વડતાલ વગેરે રાસ મંડળોએ રાસની રમઝટ બોલાવી હતી 

           આ પ્રસંગે પૂ ધર્મપ્રસાદ સ્વામી ; ખાનદેશી ;પૂ ભક્તિ સ્વામી હરિયાળા; પૂ . ગોવિંદ સ્વામી મેતપુરવાળા; પૂ ઘનશ્યામ સ્વામી - સારંગપુરવાળા ; પાર્ષદ ઘનશ્યામ ભગત વગેરે મહાનુભાવ સંતો ઊપસ્થિત રહેશે . આ તમામ વ્યવસ્થા મુનિવલ્લભ સ્વામી એવં શ્યામવલ્લભ સ્વામીએ કરી હતી એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવેલ છે.




SHARE

Author: verified_user

0 comments: