Thursday, 11 July 2019

આણંદ જિલ્લામાં રાષ્ટ્રિય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી થઇ

SHARE

આણંદ જિલ્લામાં રાષ્ટ્રિય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી થઇ



આણંદઃ  આણંદ જિલ્લામાં મત્સ્ય ઉછેર અને વેચાણ માટે જિલ્લાના ૫૦૩ જેટલા તળાવોમાં ઇજારા પધ્ધતિથી મત્સ્ય ઉછેર માટે તળાવો આપવામાં આવેલ છે. આમાંથી મળતી આવક ખેડૂતોને કુલ ૪.૭૫ કરોડ થવા જાય છે.
        આણંદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવે આ વ્યવસાયને વધુ સુદ્દઢ બનાવવા માટે છેલ્લા બે વર્ષમાં ૧૯૨ તળાવોના ખેડૂતોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. આ તળાવોમાં  છેલ્લા  બે વર્ષમાં રૂા.૧.૭૫ કરોડની આવક થઇ હતી.જે આવકમાં વધારો થયો હતો. જેથી અન્ય ખેડૂતો પણ આ વ્યવસાયમાં જોડાવા તત્પર બન્યા હતા.
        આજેખેડૂત નિવાસ અનિકેત બોરસદ ચોકડી, આણંદ ખાતે રાષ્ટ્રિય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવના શુભ હસ્તે મીઠા પાણીમાં મત્સ્ય પાલન  પુસ્તકનું વિમોચન કરાયું હતું. અને ૪૦ તળાવોના ઇજારા અર્પણ કરવામા આવ્યા હતા.  જેમાં મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થતો હતો.
        આણંદ જિલ્લામાં ૮૨ જેટલા તળાવો સમયસર ઇજારા રકમ જમા ન કરાવતા ઇજારા રદ પણ કરાયા છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે વધુ ૫૦ તળાવો ઇજારા માટે આપવાના થાય છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા મત્સ્ય બીજ સંગ્રહ, ઉછેર, બોટ, નેટ, ઇન્સ્યુલેટેડ બોક્ષ, કેજ કલ્ચર ઉપર સહાય આપવામાં આવે છે. નવા તળાવ બાંધકામ ઉપર સહાય આપવામાં આવે છે.
        જિલ્લામાં મત્સ્ય ઉછેર કેન્દ્ર માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા પણ ખેડૂતોને સતત માર્ગદર્શન આપવામાં આવે છે.
        આજે યોજાયેલ મત્સ્ય ખેડૂતદિવસની ઉજવણી પ્રસંગે મત્સ્ય ખેડૂતોને મીઠા પાણીમાં મત્સ્ય ઉછેર અંગે માર્ગદર્શન આપતી પુસ્તિકાનું પણ વિમોચન કરાયુ હતું. જિલ્લા મત્સ્ય ઉદ્યોગ નિયામકશ્રી આર.પી. સકરેલીયા, મત્સ્ય વિકાસ સંસ્થા વતી મદદનીશ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકશ્રી કે.કે. પટ્ટીબંધા, વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજના શિક્ષણ નિયામકશ્રી તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના ડીરેકટર સહિત  અને જિલ્લાના મત્સ્ય ઉછેર ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Author: verified_user

0 comments: