Sunday, 2 June 2019

વિશ્વ તમાકુ નિષેધ દિને નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે યોજાયેલી વ્યસન મુક્તિ રેલી

SHARE

વિશ્વ તમાકુ નિષેધ દિને નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે યોજાયેલી વ્યસન મુક્તિ રેલી 



       
રાજપીપળા:તા02- વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ નાંદોદ તેમજ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા નર્મદા ના સંયુક્ત ઉપક્રમે રાજપીપલા ખાતે વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. રેલીમાં ડિસ્ટ્રીક્ટ નોડલ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડિસ્ટ્રીક્ટ લેપ્રસી ઓફિસર, એપીડેમીક મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ નાંદોદ તાલુકાના તમામ મેડિકલ ઓફિસરશ્રીઓ અને કર્મચારીશ્રીઓ હાજર રહેલ હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ અન્ય હાજર રહેલ અધિકારીશ્રીઓએ  ઝંડી આપી જન જાગૃતિ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. વિવિધ સૂત્રો અને બેનરો સાથે વિશાળ જન જાગૃતિ રેલી શહેરના જુદાજુદા રસ્તાઓ પર પરિભ્રમણ કર્યું હતુ. “જિંદગી પંસદ કરો, નહી કે તમાકુ” એવા સૂત્રો સાથે નીકળેલી રેલીએ આકર્ષણ જમાવ્યું હતું. જિલ્લાના તમામ તાલુકામાં પણ તાલુકા કક્ષાએ વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.

SHARE

Author: verified_user

0 comments: