Monday, 3 June 2019

નડીયાદ ટાઉન પો.સ્ટે. હદ વિસ્તાર માંથી ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ

SHARE
નડીયાદ ટાઉન પો.સ્ટે. હદ વિસ્તાર માંથી ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ


        નડિયાદ તા,04,-પોલીસ વડા ગાંધીનગરનાઓ તરફથી ગુજરાત રાજ્યમાં દારૂ અને જુગારની બદી નાબુદ થાય તે અનુસંધાને ગુજરાત રાજ્યમાં તા.૦૨/૦૬/૧૯ થી તા.૧૦/૦૬/૧૯ સુધી પ્રોહી/જુગાર ડ્રાઇવ આપેલ જે અન્વયે મે.પોલીસ અધિક્ષક સાહેબ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી દેશી/વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વૉચ તપાસ રાખી દારૂના કેસો શોધી કાઢવા સુચન કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે ઇ.પો.ઇન્સ.  યુ.એ.ડાભી એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના માણસોને સઘન પેટ્રોલીંગ કરી જીલ્લામા વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા ઇસમો તેમજ લીસ્ટેડ બુટલેગરો ઉપર વોચ તપાસ રાખી રેઇડો કરી આવી બદીને ડામી દેવા સુચના કરેલ. જે અનુસંધાનેએલ.સી.બી.સ્ટાફ નાઓ નડીયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કો.અમરાભાઇ તથા પો.કો.ઋુતુરાજસિંહનાઓની સંયુક્ત બાતમી હકીકતઆધારે નડીયાદ નાગરકુઇના ઢાળ પાસે જગજીવન નારણદાસની પોળમાં
રહેતા યશ ઉર્ફે કિશન ઉમેશભાઇ સોનીના ઘરેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૩૮ કિ.રૂ.૧૯
,૬૦૦/- તથા રોકડા રૂ. ૫૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/- મળી કુલ્લે રૂ. ૨૦,૬૦૦/-ના મુ્દ્દામાલ સાથે મળી આવેલ અને સદરહુંઇસમની તપાસ દરમ્યાન આ દારૂનો જથ્થો મુકી જનાર અક્ષય સોની રહે.નડીયાદ રબારીવાડની સામે ફ્લેટનાઓ મળી આવેલ નથી જેથી બંન્ને ઇસમો વિરુધ્ધ નડીયાદ ટાઉન પો.સ્ટે. પ્રોહિ. ધારા હેઠળ ગુનો રજી. કરવામાં આવેલ છે અને સદરહું ગુનાની આગળની વધુ તપાસ અ.હે.કો. તુષારભાઇનાઓ એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓ કરી રહેલ છે.

SHARE

Author: verified_user

0 comments: