તા.૨૧ મી એ ધાબા ગ્રાઉન્ડ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી
જિલ્લા કલેક્ટરાલય નર્મદાના સભાખંડ ખાતે ઇનચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલિયમના અધ્યક્ષતામાં યોજાયેલી વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે બેઠક
રાજપીપલા,તા,05:-
તા.૨૧ મી જૂનના દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા યોગ દિવસ ઉજવવા જાહેર કરેલ છે.
તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં અંદાજે ૧૨૩૯ થી વધુ યોગકેન્દ્રો ખાતે અંદાજે ૧.૯૨
લાખથી વધુ જનસંખ્યા યોગમાં ભાગ લે તેવું જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજન ઘડી
કરાયું છે. આ યોગના કાર્યક્રમમાં સૌ મોટા પ્રમાણમાં જોડાઇ તે માટે ઇન ચાર્જ જિલ્લા
કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલિયમની અધ્યક્ષતામાં જિલ્લા
ક્લેક્ટરાલયનાં સભાખંડ ખાતે બેઠક કરી સુદ્રઢ આયોજન સાથે સમિતિ બનાવી વિવિધ અમલીકરણ
અધિકારીશ્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
નિવાસી
અધિક કલેક્ટ એચ.કે.વ્યાસ, ડી.આર.ડી.એ.
નિયામક એલ. એમ ડીંડોડ,
નાંદોદ
પ્રાંત અધિકારી કે.ડી.ભગત,જિલ્લા
યુવા વિકાસ અધિકારી પી.એ.હાથલીયા, જિલ્લા સંકલન સમિતિના અમલીકરણ
અધિકારીશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ ઉક્ત બેઠકમાં
જણાવ્યું હતું કે,
વિવિધ
સમિતિઓએ પોતાની જવાબદારીઓ અદા કરી વધુ લોકો આ ઉજવણીમાં ભાગ લે તે માટે પ્રયાસો
કરવાની સૂચના આપી હતી.
આ
વર્ષે પણ નર્મદા જિલ્લાનો જિલ્લાકક્ષાનો વિશ્વ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ધાબા
ગ્રાઉન્ડ રાજપીપલા ખાતે યોજવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં ૫ જિલ્લાકક્ષાના યોગ
કેન્દ્રોમાં અંદાજિત ૧૨૫૦૦થી વધુ, તાલુકાકક્ષાના યોગકેન્દ્રોમાં અંદાજિત ૯૦૮૦ થી
વધુ, નગરપાલિકાના બે કેન્દ્રોમાં
૨૨૫૦, પ્રાથમિક શાળાના યોગ
કેન્દ્રોમાં અંદાજિત ૯૬૫૦૦, માધ્યમિક/ઉચ્ચતર
માધ્યમિક શાળાના યોગ કેન્દ્રોમાં અંદાજિત ૨૪૦૦૦, આઇ.ટી.આઇ. સહિતની કોલેજોના કેન્દ્રોમાં
અંદાજિત ૨,૭૦૦, જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના
યોગ કેન્દ્રોમાં અંદાજિત ૩૪,૫૦૦, તમામ સહભાગી તેમજ અન્ય ધાર્મિક
સામાજિક સંસ્થાઓના યોગ કેન્દ્રોમાં અંદાજિત ૧૧,૦૦૦ જેટલી જનમેદની દ્વારા વિશ્વ યોગ
દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગ ટ્રેનરો દ્વારા તાલીમ
આપવામાં તા. ૧૪મી થી તા ૨૦મી જૂન સુધી તાલીમ આપવામાં આવશે. આ વિશ્વ યોગ દિવસની
ઉજવણીમાં સૌ ઉત્સાહપૂર્વક ભાગ લે તેવી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અપીલ કરાઇ છે.
0 comments: