વડોદરા ખાતે વિશ્વ
તમાકુ નિષેધ દિન ઉજવાયો
કાનૂની સેવા સત્તા
મંડળ તથા સમાજ સુરક્ષા દ્વારા તમાકુ સેવનથી થતાં નુકશાન અને
એન્ટી ટોબેકો
કાયદાઓની સમજ આપવામાં આવી
વડોદરા તા.૩૧- જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા કાનૂની સેવા
સત્તા મંડળ દ્વારા વડોદરા સ્થિત સમાજ સુરક્ષા સંકુલ વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી
કરવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય અતિથિ જિલ્લા કાનૂની
સેવા સત્તા મંડળના સેક્રેટરી આશુતોષ રાજ પાઠક અને જિલ્લા સમાજ સુરક્ષા
અધિકારી હેતલ પરમારે દીપપ્રાગટય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો.આ પ્રસંગે તમાકુના વ્યસનથી થતાં નુકશાન
વિશે નાટયકૃત્તિ રજૂ કરવામાં આવી હતી.
તમાકુ સેવનથી આરોગ્યને થતાં નુકશાન તેમજ
તમાકુ વિરોધી કાયદાઓની સમજ વિશેષ રીતે આપવામાં આવી હતી.તમાકુ
નિષેધ દિન ઉજવણીમાં જિલ્લા સમાજ સુરક્ષા એકમના ચીફ ઓફિસર મયંક ત્રિવેદી, પ્રોગ્રામ ઓફિસર ચાવડા, બાળ સુરક્ષા એકમના અધિકારી, વિવિધ પેનલ્સના વકીલો, ચિલ્ડ્રન વેલફેર કમિટીના ચેરમેન ધીમંત ભટ્ટ, પ્રોજેક્ટ મેનેજર મોદી સહિત વિવિધ NGO ના પ્રતિનિધિશ્રીઓ તેમજ બાલગોકુલમ, મિશનરી ઓફ ચેરિટી, ડોનબોસ્કો તથા સમાજ સુરક્ષા સંકુલના બાળકો ઉપસ્થિત
રહ્યા હતા.
0 comments: