લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯
આણંદ જિલ્લા સેવા સદન
ખાતે EMMC-MCMC અને MEDIA
Centre ની મુલાકાત લઇ
માધ્યમોને ઉપયોગી
પ્રદર્શિત કરાયેલી ચૂંટણીલક્ષી વિવિધ
આંકડાકીય
વિગતોનું શ્રી પટેલે કરેલું ઝીણવટભર્યુ નિરીક્ષણ
રાજપીપળા– સોમવાર :- નર્મદા જિલ્લા ચૂંટણી
અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલે લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯
અન્વયે આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે રાજપીપલા કલેક્ટરાલય ખાતે પ્રથમ માળે
કાર્યરત EMMC (ઇલેક્ટ્રોનિક
મીડીયા મોનીટરીંગ સેન્ટર) તેમજ ભોંયતળીયે જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત MCMC (મિડીયા
કોઓર્ડિનેશન એન્ડ મિડીયા સર્ટીફીકેશન) તેમજ MEDIA Centre ની આજે મુલાકાત
લઇ આ સેન્ટરની કામગીરીનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કર્યું હતું અને મિડીયા સેન્ટરમાં
પ્રદર્શિત કરાયેલી ચૂંટણીલક્ષી વિવિધ આંકડાકીય વિગતો તેમણે રસપૂર્વક નિહાળી હતી. આ
મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે. વ્યાસ, નાયબ જિલ્લા ચૂંટણી
અધિકારીશ્રી એ.આઇ. હળપતિ તેમજ નાયબ માહિતી નિયામકશ્રી અને મિડીયા નોડલ અધિકારીશ્રી
યાકુબ ગાદીવાલા પણ તેમની સાથે જોડાયાં હતાં.
નર્મદા જિલ્લામાં લોકસભાની સામાન્ય
ચૂંટણીઓ દરમિયાન આદર્શ આચારસંહિતાનું સુપેરે પાલન થવાની સાથે જુદા-જુદા રાજકીય
પક્ષો / ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા કરાતા ખર્ચનું યોગ્ય સ્તરે મોનીટરીંગ
થઇ શકે તે માટે અને પ્રચાર-પ્રસારની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે ન્યુઝ ચેનલો ઉપર
પ્રસારિત કરવામાં આવતી જાહેરાતો સંદર્ભે ઓડીયો વિઝયુઅલ દ્વારા ન્યુઝ ચેનલોની સતત
મોનીટરીંગની કામગીરી ઉપરાંત પેઇડ ન્યુઝ સંદર્ભે પણ મોનીટરીંગની કામગીરી ઉક્ત
સેન્ટર્સ દ્વારા કરવામાં આવે છે. રાજકીય પક્ષોએ, ઉમેદવારોએ રેડીયો /
ટેલીવિઝન/પ્રિન્ટ મિડીયામાં આવતી જાહેર ખબરો સંદર્ભે રાજ્ય અને જિલ્લાકક્ષાએ
કાર્યરત ઉક્ત સમિતિઓ પૈકી સંબંધિત સમિતિઓ પાસેથી નિયત સમયમર્યાદામાં મંજૂરી
મેળવવાની હોય છે. નર્મદા જિલ્લાના મિડીયા સેન્ટરના નોડલ અધિકારીશ્રી, મિડીયા
મોનીટરીંગ એન્ડ મિડીયા સર્ટીફિકેશન-MCMC નાં સભ્ય સચિવશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી
યાકુબ ગાદીવાલાએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલને MCMC સેન્ટર ખાતે થઇ
રહેલી કામગીરી અને તેની કાર્યપધ્ધતિ અંગે જાણકારી આપી હતી. તદ્ઉપરાંત મિડીયા સેન્ટર ખાતે પ્રદર્શિત કરાયેલી
ચૂંટણીલક્ષી રસપ્રદ વિવિધ આંકડાકીય વિગતોથી શ્રી પટેલને વાકેફ કર્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા
કલેક્ટરશ્રી આઇ.કે. પટેલે EMMC-MCMC અને MEDIA Centre ની ઉક્ત મુલાકાત
સંદર્ભે જણાવ્યું હતું કે, દરેક સામાન્ય ચૂંટણીઓ સમયે મિડીયાને ચૂંટણીલક્ષી વિવિધ
આંકડાકીય માહિતીની એક જ સ્થળેથી જરૂરી અને પુરતી વિગતો સાથે જાણકારી મળી રહે તે
માટે મિડીયા સેન્ટર કાર્યરત કરવામાં આવે છે. અહીં માધ્યમકર્મીઓને ખૂબ જ ઉપયોગી
જાણકારીની વિગતો પ્રદર્શિત કરાઇ છે. સામાન્ય પ્રજાજનો માટે પણ આ સેન્ટરની માહિતી
ખૂબ જ ઉપયોગી બની રહેશે. તેની સાથોસાથ આદર્શ આચાર સંહિતાનાં ચુસ્ત અમલ સાથે
પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયામાં પ્રસિધ્ધ કરાતી જાહેરાતો અને ચૂંટણીલક્ષી અન્ય
સમાચારો-અહેવાલોનાં મોનીટરીંગ બાબતે પણ MCMC સેન્ટર દ્વારા
સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
જિલ્લાના
શેડો એરીયાના ૧૦૩ જેટલાં મતદાન કેન્દ્રો ખાતે આગામી ચૂંટણીનાં મતદાન અને મતદાનનાં
આગલા દિવસે સંદેશા વ્યવહાર માટે પોલીસ અને વન વિભાગનાં અધિકારીઓ સાથે વોકી ટોકી
અને વાયરલેસ સેટનાં ઉપયોગ સંદર્ભે કેટલાંક ગામોની મુલાકાત લઇ કોમ્યુનિકેશન પ્લાન
મુજબ તેનું ડેમોન્સ્ટ્રેશન-નિદર્શન યોજીને તેનું નિરીક્ષણ પણ કરાયું છે. આગામી
દિવસોમાં બાકીનાં મતદાન મથકોની પણ મુલાકાત લઇ ચકાસણી કરાશે તેમ તેમણે ઉમર્યું
હતું.
જિલ્લા
ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલની ઉક્ત મુલાકાત દરમિયાન
નિવાસી અધિક કલેક્ટરશ્રી અને ચૂંટણી સ્ટાફ વ્યવસ્થાપન તથા કાયદો-વ્યવસ્થાના નોડલ
અધિકારીશ્રી એચ.કે વ્યાસ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ.આઇ. હળપતિ, જિલ્લા
ચૂંટણીતંત્રનાં અધિકારીઓ/કર્મચારીઓએ પણ ઉક્ત સેન્ટરની કામગીરી નિહાળી હતી.
આ પ્રસંગે માહિતી પરિવારના શ્રી આર.બી.
જેઠવા, શ્રી એસ.એન. મકવાણા, શ્રી બી.કે. વસાવા, શ્રી દીપક વસાવા અને શ્રી
યુજેન્દ્રસિંહ કઠવાડીયા સહિતનાં અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તરફથી મિડીયા સેન્ટરને
લગતી રોજબરોજની અખબારોની સ્ક્રીનીંગ અને તે સંદર્ભમાં સંબંધિતોને પહોંચાડવામાં
આવતી પ્રેસ ક્લીપીંગ્સની કામગીરીથી પણ શ્રી ગાદીવાલાએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
પટેલને વાકેફ કર્યા હતા.
0 comments: