ખેડા જિલ્લાના પલાણા ગામે અનોખી રીતે ઉજવાય છે હોળી, અંગારા પર ચાલે છે યુવાધન:ગામમાં મેળા જેવો માહોલ
શ્રધ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર, આ ઉક્તિ સાર્થક ખેડા જિલ્લાના પલાણામાં સાચી પડે છે. અહીં હોળી દહન બાદ પડેલા ધગધખતાં અંગારા પર આસ્થાભેર યુવાધન ચાલે છે. અંગારા પર ચાલનારા યુવાનોના પગમાં દઝાતાં નથી.અહીંના દ્રશ્યને નિહાળવા ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટી પડયા હતાં.આ ગામમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. હોળી દહન બાદ મોડી રાત્રે પડેલા અંગારામાં યુવાધન ચાલ્યા કરે છે.પલાણામાં હોળી પર્વની લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આ હોળી પર્વ નિમિતે ગામના ટાવર પાસે થતી સાર્વજનિક હોળી દહનનું આયોજન કરવામાં આવે છે. પલાણામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ ગામના યુવાનોએ જાળવી રાખી છે.
ગામમાં હોળી દહન થયા બાદ પડેલા અંગારા પરથી ગામના યુવકો યુવતીઓ ચાલે છે. આ જોવા માટે ખેડા જિલ્લા સહિત અન્ય ગામો માંથી મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટી પડયા હતાં. આ હોળીના અંગારામાં આસ્થાભેર યુવાધન ચાલવા છતાં તેઓને કંઇ પણ થતું નથી
----કિજ્લ પારેખ-પલણા

0 comments: