CVM યુનિવર્સિટી સંચાલિત MBIT ખાતે તમાકુ સેવન વિરુદ્ધ શપથ લેવામાં આવ્યા
CVM યુનિવર્સિટી સંચાલિત MBIT કોલેજમાં ૩૧ મેના રોજ "વર્લ્ડ નો ટોબેકો ડે" દિવસના ભાગ રૂપે શપથ લેવામાં આવ્યા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાઓને તમાકુથી દૂર રાખીને તમાકુ દ્વારા થતી સમસ્યાઓથી માહિતગાર કરવાનો હતો. સંસ્થાના આચાર્યા પ્રો. ડો. અર્ચના નનોટીએ તમાકુ સેવનથી થતી હાની વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે જે લોકો તમાકુ સેવન કરે છે તેમાં કોવિડ-૧૯ ના ગંભીર લક્ષણો જોવા મળે છે. CVMUના પ્રેસિડેન્ટ અને CVM ના ચેરમેન ઇ. શ્રી. ભીખુભાઇ પટેલ, CVM ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી. મનીષભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોએ દેશના યુવાનોને તમાકુ સેવન ન કરવામાં માટે પ્રેરણા આપી હતી.
0 comments: