Sunday, 6 June 2021

આણંદ ના વડોદ ખાતે કોરોના મહામરી ઉત્તમ કામગીરી કરનાર સાત સરપંચોનો સન્માન કરાયું

SHARE
 આણંદ ના વડોદ ખાતે કોરોના મહામરી ઉત્તમ કામગીરી કરનાર સાત સરપંચોનો સન્માન કરાયું


દેશના યશસ્વી અને કર્મનિષ્ઠ વડાપ્રધાન આદરણીય. નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની  સફળતાનાં સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મહિલા મોરચા દ્વારા સેવા હી સંગઠન કાર્યક્રમ ના ભાગ રૂપે આણંદ જિલ્લાના વડોદ ગામે કાર્યક્રમ નું આયોજન થયું હતું 

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટિલ,ગુજરાત પ્રદેશ મહામંત્રી  ભાર્ગવ ભાઈ ભટ્ટ, આણંદ જિલ્લાના સાંસદ  મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, શ્રીમતી પદ્માબેન મહિડા ની વિશેષ ઉપસ્થિત માં મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી દીપિકા સરવડા ના માર્ગદર્શન હેઠળ શ્રીમતી નિપાબેન ના સપ્તર્ષિ સંકલ્પ અનુસંધાનમાં 500 વૃક્ષો ની રોપણી નો કાર્યક્રમ યોજાયો સાથે છેલ્લા દોઢ વર્ષ થી વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ સામે જ્યારે દેશ લડી રહ્યો છે તેવામાં ઉત્કૃષ્ટ સેવા આપનાર 7 સરપંચોનો સન્માન સમારંભ નો કાર્યક્રમ આણંદ જિલ્લાના વડોદ ગામે યોજાયો હતો.

પ્રશંગે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ  સી.આર.પાટિલ એ જણાવ્યું હતુંકે હાલમાંજ પરિયાવર્ણ દીવસ ની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી હતી, વર્તમાન સમયે પ્રકૃતિ નું જતન કરવું એ અત્યંત આવશ્યક છે ભારતીય જનતા પાર્ટી નો દરેક કાર્યકર સેવાકીય કર્યો સાથે કાયમ જોડાયેલો રહે છે,તેવામાં મહિલા મોરચા દ્વારા વડોદ ખાતે વૃક્ષારોપણ ના કાર્યક્રમ નું ખૂબ પ્રશંસનીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે, સાથે આણંદ જિલ્લા ના 9 સરપંચો નું કોરના મહામારી દરમિયાન ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ તેમનું  સન્માન કરવા નો અવસર મળ્યો, તેમાટે જિલ્લા સંગઠન અને મહિલા મોરચા ને અભિનંદન આપતા તેમણે જિલ્લા ના સાંસદ મિતેશ પટેલ દ્વારા જિલ્લાના એક લાખ લોકો ને પ્રધાનમંત્રી વીમા યોજના નું પ્રીમિયમ પોતે ભરી જિલ્લાના એક લાખ લોકો ને આકસ્મિક સમયે મદદરૂપ બની રહે તેવો પ્રધાનમંત્રી વીમો કરી આપવાની કરવામાં આવેલી જાહેરાત બાબતે સાંસદ મિતેશ પટેલ ને અભિનંદન આપ્યા હતા.


આણંદ જિલ્લાના લોકપ્રિય સાંસદ સભ્ય મિતેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુંકે કોરોના જેવા કપરા સમયે પાર્ટી ના મહિલા મોરચા ની બહેનો દ્વારા વૃક્ષારોપણ નું સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ. વડોદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આજે 500 જેટલા વૃક્ષ વાવવા માં આવ્યા છે,જે આગામી સમયમાં શુધ્ધ વાતાવરણ માટે સાનુકૂળ વ્યવસ્થા ઉભી કરવામાં મદદરૂપ બની રહેશે જે વાત ને લઈ અત્યંત ખુસ છું.

જિલ્લા પ્રમુખ વિપુલભાઇ પટેલે જણાવ્યું હતુંકે પરિયાવર્ણ ની રક્ષા કરવી એ માનવતા ધર્મ છે જે અંગે લોકજાગૃતિ લાવવી પણ જરૂરી છે,વડોદ ખાતે આજે મહિલા મોરચા ના સુંદર આયોજન થી 500 જેટલા વૃક્ષો વાવી ને સેવા હી સંગઠન ના સિદ્ધાંત ને સાકાર કર્યો છે.

રવિવારે વડોદ ખાતે યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમ અને સરપંચ સન્માન સમારંભમાં  ખંભાત ધારાસભ્ય શ્રી મયુર રાવલ,ઉમરેઠ ધારાસભ્ય  ગોવિંદભાઇ પરમાર,આણંદ જિલ્લા પ્રભારી અમિતભાઇ ઠાકર,મહિલા મોરચા અધ્યક્ષા શ્રીમતી દીપિકાબેન સરવડા ,વડોદ ના સરપંચ શ્રીમતી પદ્યમાબેન મહિડા સહિત સ્થાનિક આગેવાનો, જિલ્લા સંગઠન ના હોદેદારો, અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.

----કલ્પેશ પટેલ ,આણંદ
SHARE

Author: verified_user

0 comments: