Sunday, 7 March 2021

નારી ગૌરવ એવોર્ડ

SHARE
નારી ગૌરવ એવોર્ડ
આજ રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. મહિલા વિંગ ના આંતરરાષ્ટ્રીય મહિલા દિન ના ભાગ રૂપે નારી ગૌરવ એવૉર્ડ સન્માન સમારંભ તા.6 માર્ચ શનિવાર ના રોજ સાંજે 6 કલાકે પ્લેટિનમ હોલ ,સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેનશન સેન્ટર સરસાના સુરત ખાતે નારી ગૌરવ એવૉર્ડ નું સરસ આયોજન થયું, આ એવોર્ડ સમારંભ સંદર્ભે શહેર તેમજ આજુબાજુના વિસ્તાર માંથી વિવિધ મહિલા ઓ એ પોતાના નોમિનેશન માટે અરજી કરી હતી, તેમાં સુરત ની નાની એવી બાળકલાકાર (સિંગર) કેસર બવાડીયા સિલેક્ટ થઇ હતી જેમણે કહેવાય કે ટૂંક જ સમય માં અલગ અલગ શહેર માં ગાયન સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થઈ 180 જેટલા એવૉર્ડ પ્રાપ્ત કરી ચુકી છે જે થકી આ એવોર્ડ ફંકશન મા તેમનું સિલેક્શન થયું હતું, અને આવા ભવ્ય સન્માન સમારંભ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું 
આ એવોર્ડ ફંકશન માં મુખ્ય મહેમાન તરીકે રંગમંચ ના જાણીતા અભિનેત્રી અપરા મહેતા (સાંસ ભી કભી બહુ થી ) ફેમ હાજર રહી પ્રસંગ ને દિપાવ્યો હતો.અને આવા કલાકારો ને યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.ના પ્રમુખ શ્રી દિનેશભાઇ  નાવડીયા એ પધારેલા મહેમાનો નો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આખા કાર્યક્રમ ને નિખિલ મદ્રાસી એ સફળ સંચાલન કર્યું હતું
SHARE

Author: verified_user

0 comments: