“ભણતર અને ગણતરનો મિલાપ એટલે જ્ઞાનોત્સવ”
સીવીએમ યુનિવર્સિટી આયોજીત જ્ઞાનોત્સવ 3.0 ના બીજા દિવસે મુલાકાતીઓનું ઘોડાપુર ઉમટ્યું
ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટીના જ્ઞાનોત્સવ 3.0 ના શરૂઆતી બે દિવસ માં 20,000 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા એ મુલાકાત લીધી. વૈવિધ્યપૂર્ણ આ કાર્યક્રમમાં વિવિધ સ્ટાર્ટપ્સ રજૂ કરવામાં આવ્યા છે. પ્રકૃતિ પ્રેમી યુવાનો દ્વારા વિવિધ ક્ષેત્રનાં ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ તેમજ ઈનોવેટીવ પ્રોડક્ટ્સ રજુ કરવામાં આવ્યા છે. ઉપરાંત, યુવાનોમાં ચાલી રહેલા સેલ્ફી ટ્રેન્ડને જોતા પ્રખ્યાત સિરીયલ "ફ્રેન્ડસ" તથા "હેરી પોર્ટર" ની થીમ સાથે સેલ્ફી પોઈંટ પણ મુકવામાં આવ્યા છે. જેમાં યુવાનો ફોટોગ્રાફ અને સેલ્ફી લઈને સોશિયલ મિડીયા પર અપલોડ કરતા જોવા મળ્યા હતા.
જ્ઞાનોત્સવ 3.0 ના બીજા દિવસે આઈસ્ટાર કોલેજના વિધાર્થીઓ અને ફેકલ્ટીઓ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત "અગ્નિશામક" વિશે માહિતી આપવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આગ આપત્તિમાંથી બચાવ કરવાની પદ્ધતિઓ વિશે જાગૃત કરવાનો હતો. તેમજ અગ્નિશામક ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ પણ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં ફાયર સેફ્ટીના નિષ્ણાતો દ્વારા આગના કારણો, તેના જોખમો અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
જ્ઞાનોત્સવ 3.0 માં યુનિવર્સિટીના સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક અને અવનવા પ્રદર્શનો, વર્કશોપ તેમ જ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાનોત્સવના પ્રથમ બે દિવસમાં મુલાકાતીઓનો મોટી સંખ્યામાં પ્રતિસાદ જોવા મળ્યો હતો.
સી.વી.એમ. યુનિવર્સિટીના વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ચર, બાયોટેકનોલોજી, સાયકોલોજી અને ગણિતના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વર્કિંગ અને નોન-વર્કિંગ મોડલ્સનો સમાવેશ થાય છે. જ્ઞાનોત્સવના એક્ઝિબિશન ઝોનમાં 87થી વધુ મોડલ સામેલ છે. આ ઝોનમાં કુલ 53 વર્કિંગ મોડલ અને 34 નોન-વર્કિંગ મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
વિશેષમાં ADIT ની આઈ. ટી ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીનીઓએ સ્માર્ટ હેલ્મેટ પ્રોટોટાઈપ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. સ્માર્ટ હેલ્મેટ સેન્સર દ્વારા વાહન ચાલકે આલ્કોહોલનું સેવન કર્યું છે કે નહીં તેને ડિટેકટ કરે છે. સ્માર્ટ હેલ્મેટ તેમાં લગાવેલ સેન્સર દ્વારા હેલ્મેટ પહેરનાર વાહન ચાલકે આલ્કોહોલનું સેવન કર્યું હશે તો આલ્કોહોલની સ્મેલથી જ મશીન દ્વારા ટ્રાન્સમિટર સિગ્નલ આપી રીસીવરને મેસેજ મોકલશે. જેનાથી મોટર આપમેળે જ બંધ થઈ જશે. સાથે જ સ્માર્ટ હેલ્મેટ એવુ ફીચર છે જેથી વાહન ચાલકે જ્યાં સુધી હેલ્મેટ પહેર્યું ન હોય ત્યાં સુધી વાહન ચાલુ નહીં થાય. સ્નેહા સરવૈયા, આયુષી ચૌહાણ અને પ્રેક્ષા પટેલે પ્રોફેસર વિમલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ રૂપિયા 1,200 જેટલા નજીવા ખર્ચે આ પ્રોટોટાઈપ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.
જ્ઞાનોત્સવ 3.0 માં શાળાના વિદ્યાર્થીઓ તથા મુલાકાતીને કાનૂની કાર્યવાહીથી માહિતગાર કરવા માટે આર.એન. પટેલ લૉ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મૂટ કોર્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. એ વાસ્તવિક કોર્ટ અને તેની કામગીરીની પ્રતિકૃતિ છે. વાસ્તવમાં અદાલતો કેવી હોય છે અને કેવી રીતે કાર્ય કરે છે તે જાણવા માટે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આમાં તેઓ નાટ્યાત્મક રીતે કેસ ચલાવે છે. સાથે જ કાનૂની સહાયમાં PLV (પેરા લીગલ વોલેન્ટીયર્સ) વિદ્યાર્થીઓ દ્વારા લોકોને કાનૂની સલાહની સહાય પણ પૂરી પાડવામાં આવે છે. જેમાં કાનૂની અધિકારોને પ્રતિસાદ કઈ રીતે આપવો તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
ફાઇન આર્ટ્સ કોલેજ તરફથી અવનવી પેઇન્ટિંગસના કલેક્શનનું આહલાદક નજરાણું બતાવવામાં આવ્યું છે.
જેમા વિદ્યાર્થીઓ અને કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. કંટેમ્પરરી આર્ટ, ગ્રાફિક્સ, સ્કલ્પ્ચર મુલાકાતીઓ માટે આકર્ષણ મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. આ કલેક્શનમાં હનુમાન અને ભગવાન શિવના ચિત્રો મુલાકાતીઓને વધુ પ્રભાવિત કરી રહ્યાં છે. આ કાર્યક્રમના પ્રથમ દિવસના અંતે કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અનેક કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં સિંગિંગ અને ડાન્સિંગ મનોરંજનનું કેન્દ્રબિંદુ બન્યા હતા. આ મેગા-ઇવેન્ટ જાહેર જનતા તથા વિદ્યાર્થીઓ માટે 31મી જાન્યુઆરી 2025 થી તારીખ 03 ફેબ્રુઆરી 2025 સુધી શાસ્ત્રી મેદાનમાં સવારે 09:00 કલાકથી સાંજે 07:30 કલાક સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ.
સંકલન:કલ્પેશ પટેલ, કોમલ કુમાવત,કાજલ કંડોરિયા
મો-9879407774,
9979407774
0 comments: