આણંદ : ચાંગા સ્થિત વિશ્વ
વિખ્યાત ચારુસેટ યુનિવર્સિટીની
સ્થાપનાના દશાબ્દી પર્વ નિમિત્તે યુનિવર્સીટીની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ
ઉમેરાયું છે. આઉટલુક –ICARE ઇન્ડિયા યુનિવર્સીટી રેન્કીગ ૨૦૧૯માં ભારતની ટોચના 5૦ પ્રાઈવેટ સ્ટેટ
યુનિવર્સીટીઓમાં ચારૂસેટ યુનિવર્સીટીને સ્થાન પ્રાપ્ત થયું છે.
ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તરીકે વિખ્યાત ચારૂસેટ
યુનિવર્સીટીને આ રેન્કીગમાં ૧૮મું સ્થાન મળ્યું છે જે અનોખી સિદ્ધિ છે.
આઉટલુક –ICARE ઇન્ડિયા યુનિવર્સીટી તરફથી કરવામાં આવેલા આ રેન્કીગ અંતર્ગત જે તે યુનિવર્સીટીનું મૂલ્યાંકન વિવિધ માપદંડોના આધારે
કરવામાં આવ્યું હતું. જેમાં ફેકલ્ટી સ્ટુડન્ટ રેશિયો (FSR), ફેકલ્ટી વીથ પીએચડી (FWP), પેપર્સ પર ફેકલ્ટી (PPF), સાઈટેશન્સ પર પેપર્સ(CPP),
ઇન્ક્લુઝીવનેસ એન્ડ ડાયવર્સિટી (આઈડી) નો સમાવેશ થતો હતો.
મૂલ્યાંકન દરમિયાન મેળવેલા પોઈન્ટસના આધાર પર ઇન્સ્ટીટયુટને ઓવરઓલ રેન્કીગ
આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચોક્કસ માપદંડોમાં તેઓની ચાવીરૂપ શક્તિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ રેન્કીગ વિવિધ ઇન્સ્ટીટયુટસમાંથી મળેલા મુલ્યવાન પ્રતિભાવોના આધારે તૈયાર
કરવામાં આવ્યા હતા. આ રેન્કીગમાં ચારૂસેટ
યુનિવર્સીટીને ૪૪.૭ પોઈન્ટ આપવામાં આવ્યા હતા જેના
આધારે ટોપ – ૨૦ માં સ્થાન મળ્યું છે.
ચારૂસેટ યુનિવર્સીટીની આ સિદ્ધિને કેળવણી મંડળ-ચારૂસેટના પ્રેસીડેન્ટ
સુરેન્દ્ર પટેલ, મંત્રી ડૉ. એમ. સી. પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોશી, રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ
જોશી, વિવિધ હોદેદારો, પ્રિન્સીપાલો, ફેકલ્ટીઓએ બિરદાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચારુસેટને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા ગુજરાતમાં
પ્રથમ ખાનગી યુનિવર્સિટીની 'એ' ગ્રેડ સાથે માન્યતા
પ્રાપ્ત થઈ હતી. (NAAC) એક્રેડિટેડ 'એ' ગ્રેડ યુનિવર્સિટીનો પાયો 28મી જાન્યુઆરી, ૨૦૦૦ ના રોજ નાખવામાં આવ્યો હતો. જ્યારે ચારુસેટ યુનિવર્સિટીની સ્થાપના ૨૪મી જુલાઇ ૨૦૦૯ના રોજ થઈ હતી. ગુજરાતના નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (કેસીજી) દ્વારા ચારુસેટ 'એ' ગ્રેડ ધરાવે છે. ચારુસેટને NIRF (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ રેન્કિંગ
ફ્રેમવર્ક) દ્વારા ગુજરાતની ટોચની ત્રણ ખાનગી યુનિવર્સિટીઓમાં સ્થાન મળ્યું છે.

0 comments: