Tuesday, 11 June 2019

ચારૂસેટ સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના અધ્યાપકોએઆઈ.આઈ.ટી. બોમ્બેખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટપ્રોગ્રામ (FDP) માં ભાગ લીધો

SHARE
ચારૂસેટ સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના અધ્યાપકોએઆઈ.આઈ.ટી. બોમ્બેખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટપ્રોગ્રામ (FDP) માં ભાગ લીધો





આણંદ -ચારૂસેટ યુનિવર્સીટી સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના અધ્યાપકોએ તા. ૩-૭ જુન, ૨૦૧૯ દરમિયાન આઈ.આઈ.ટી. બોમ્બેખાતે આયોજિત ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લીધો. વિષય પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) નું આયોજન કરવામાં આવેલ હતું.આમેનેજમેન્ટ રી-ટ્રીટ(આઉટબાઉન્ડ)એફ.ડી.પી. અંતર્ગત સંસ્થાના અધ્યાપકોને ‘રીસર્ચઅપ્રોચીસ એન્ડ મેથડ્સ ઇન મેનેજમેન્ટ એન્ડ સોશિયલ સાયન્સીસ’ વિષય પર સતત પાંચદિવસ પ્રશિક્ષિત કરવામાં આવેલ હતા.
આ પ્રોગ્રામ્સ હેઠળ તજજ્ઞ પદે આઈ.આઈ.ટી. ના વિખ્યાત પ્રોફેસરો શિશિર ઝા, આશિષ પાંડે, આશિષ સિંઘ, અજીન્ક્યા નાવરે, મનોજ ગોપીનાથ, ટી.ટી. નિરંજન, અને દિનેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. તજજ્ઞો દ્વારા મેનેજમેન્ટ રીસર્ચ વાઈ એન્ડ ફોર વૂમ, અપ્રોચીચટૂ રીસર્ચ, સ્ટેટ ઓફઆર્ટ લિટરેચર રીવ્યુ, એનાલીટીકલ રીસર્ચ મેથડ્સ, રીસર્ચ સોફ્ટવેર્સ:એન-વિવો, ગ્રાઉંડથીયરી અપ્રોચ, કેસ સ્ટડી મેથડ, પોસ્ટ – કોલોનિયલ ઈન્ડીજીનસ રીસર્ચ વગેરે જેવા અત્યંત આવશ્યક વિષયો પરમાર્ગદર્શનઅને હેન્ડ્સ ઓન એક્પીરીયંસ આપવામાં આવેલ આવ્યો હતો.વધુમાંએફ.ડી.પી. ના અંતમાં સંસ્થાના અધ્યાપકો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવેલ હતું જેને શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન તરીકે નવાજવામાં આવેલ હતું.




અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ્સનું આયોજન સતત સાત વર્ષથી થઇ રહે છે.વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ સુધીમાં ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ખાતે અનુક્રમે‘મેનેજમેન્ટ ટીચિંગ, રિસર્ચ એન્ડ કન્સલ્ટન્સી’, ‘મેનેજમેન્ટ ટીચિંગ, રિસર્ચ એન્ડ અન્ત્રપ્યુંનાર્શીપ ડેવલપમેન્ટ’, ટીચિંગ-લર્નિંગ, સેક્ટરલ રીસર્ચ,& પબ્લીકેશન એન્ડ કોલાબરેશન’, ‘એપ્લીકેશન ઓફ સ્ટેટસ્ટિકલ સોફ્ટવેર્સ ઇન રિસર્ચ’, ‘ટીચિંગ-લર્નિંગ, ઈવેલ્યુએશન, રિસર્ચ એન્ડ કન્સલ્ટન્સી ઇન હ્યુંમાંનીટીસ એન્ડ સોશીઅલ સાયન્સીસ’, બિઝનસ રિસર્ચ એન્ડ એડવાન્સડ ડેટા એનાલિસિસ’, અને‘બિલ્ડીંગ રીસર્ચ કેપેસીટીથ્રુઈન્ટીગ્રૅશન એન્ડએપ્લીકેશન રીસોર્સીસ’ જેવાવિષયો પર  ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) નું આયોજન કરવામા આવી ચૂકેલ છે.વધુમાસંસ્થા ખાતે શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના ભાગરૂપે વર્ષ દરમિયાન ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સોફ્ટ સ્કીલ્સ ટ્રેનીંગ પ્રોગ્રામ, ફેકલ્ટી કોલોક્વીયમ, ફેકલ્ટી ઇન્ડસ્ટ્રીઅલ એક્સ્પોસર ટ્રેનીંગ પ્રોગ્રામ, એન્ડોવમેન્ટ ચેર, ડીસ્ટીન્ગ્યુંશ લેકચર અને માનસ સેમીનાર સીરીઝ વગેરેનું આયોજન કરવામાં આવે છે.
શ્રેષ્ઠ શિક્ષણ માટે અધ્યાપકો કુશળસંશોધકો બને એ અત્યંત આવશ્યક: ડો. ગોવિંદ દવે
જેમના વડપણ હેઠળ અધ્યાપકોએ આ એફ.ડી.પી. માં ભાગ લીધેલ છે એવા ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન અને ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના પ્રિન્સીપાલ ડો. ગોવિંદ દવેએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ્સનો મુખ્ય ઉદેશ્ય સંસ્થા ખાતે અભ્યાસ કરતા મેનેજમેન્ટ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે અધ્યાપકો પણ વધુ ને વધુ કૌશલ્યવર્ધક અને કૂશળ સંશોધક બને તે રહેલ હતો. સંસ્થાનાખાતે કાર્યરત અધ્યાપકો તાલીમબદ્ધ અને સંશોધક બને એ હેતુ સાથે તેઓને આઈ.આઈ.એમ.- અમદાવાદ, બેંગલોર, કલકત્તા, ઇન્દોર, શિલોંગ, કોઝીકોડઉપરાંત આઈ.આઈ.ટી.– બોમ્બે અને બનારસ જેવી શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં તાલીમ આપવામાં આવેલ છે. વધુમાંતમામ અધ્યાપકો ૧૦વર્ષથી વધુ અનુભવની સાથે પી.એચ.ડી. પદવીધારકછે અથવા પી.એચ.ડી.કરી રહેલ  છે.
SHARE

Author: verified_user

0 comments: